________________
१३
પોતાની રીતે આગળ વધે તે માટે સ્નાતસ્યા-મિત્રાનંદ-ચરિત્ર વગેરે ફક્ત દંડાન્વયના ક્રમ નંબર આપીને મૂકેલ છે. એ રીતે સંસ્કૃતના અભ્યાસની સાથે આગળ વાંચનમાં વિકાસ કરાવવા માટે આ પણ પાઠ્યપુસ્તક રૂપ બન્યું છે.
જે ટૂંક સમયમાં પણ ખૂબ જ પ્રચલિત બન્યું છે. ઘણા પૂજ્ય સાધુસાધ્વીજી ભગવંતો એનો સદુપયોગ કરી રહ્યા છે....
આવા ઉપયોગી ગ્રંથોના સંપાદન દ્વારા મહાત્માઓ સ્વાધ્યાયમાં મગ્ન બનીને જે નિર્જરા સાધી રહ્યા છે અને સાધશે....તેના અનુમોદનાના અંશરૂપ લાભથી સંતુષ્ટ બની જ્ઞાન-આરાધનાના...આનંદનો આસ્વાદ પામી આપણે સૌ પૂર્ણજ્ઞાનપદને પામનારા બનીએ......
પં. વજસેનવિજય