Book Title: Sudansana Cariyam
Author(s): Saloni Joshi
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ પ્રકાશકીય અજ્ઞાતકવિ કર્તક સુવંસUTI-વરિયં પ્રકાશિત કરતાં અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ. પ્રાકૃતભાષા નિબદ્ધ પ્રસ્તુત કૃતિની રચના સમય વિક્રમની તેરમી સદીનો છે. ભરૂચ શહેરમાં આવેલ અત્યંત પ્રસિદ્ધ એવા અશ્વાવબોધ નામના જૈન તીર્થ તથા શકુનિકાવિહાર નામના જિનપ્રાસાદનું માહાસ્ય દર્શાવતું આ સૌથી પ્રાચીન પ્રાકૃત કાવ્ય છે. ૧૨ ઉદ્દેશકમાં વિભાજિત ૧૬૦૦ ગાથા પ્રમાણ ધરાવતી આ કૃતિની એકમાત્ર તાડપત્રીય હસ્તપ્રત ખંભાતના શાંતિનાથ જૈન જ્ઞાનભંડારમાં ઉપલબ્ધ છે. સરળ અને પ્રાસાદિક શૈલીમાં રચાયેલી આ કૃતિનો મુખ્ય ઉદ્દેશ કથા દ્વારા તીર્થની ઉત્પત્તિનું વર્ણન કરવાનો, તીર્થનો પ્રભાવ બતાવવાનો અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાનો છે. ગ્રંથમાં આવતાં પ્રકૃતિવર્ણન, નગરવર્ણન, ક્રીડાવર્ણન, ઘટના વર્ણન અને વ્યક્તિવર્ણનો તત્કાલીન સામાજિક અને ધાર્મિક અધ્યયન માટે પણ ઉપયોગી થાય તેવાં છે. આ ગ્રંથનું સંપાદન ડૉ. સલોનીબહેન જોશીએ એકમાત્ર પ્રતિના આધારે કર્યું છે. કેટલાંય સ્થળે ત્રુટક ગાથાઓને કારણે સંપાદનકાર્ય વધુ દુરૂહ હતું. આવું કઠિન કાર્ય પાર પાડવા બદલ તેમને ખાસ અભિનંદન. આ ગ્રંથના પ્રકાશનથી પ્રાકૃત ભાષાના અભ્યાસુઓ, જિજ્ઞાસુઓ તથા સંશોધકોને લાભ થશે તેવી આશા છે. ગ્રંથપ્રકાશનમાં શારદાબહેન ચિમનભાઈ ઍજ્યુકેશનલ રિસર્ચ સેન્ટરના શ્રી નારણભાઈ પટેલ તથા અખિલેશભાઈ મિશ્રાજીનો ખૂબ જ સહયોગ પ્રાપ્ત થયો છે તે માટે સંસ્થા તેમનો આભાર માને છે. સ્થળ : અમદાવાદ જિતેન્દ્ર બી. શાહ નવેમ્બર ૨૦૦૨ નિયામક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 258