Book Title: Sudansana Cariyam
Author(s): Saloni Joshi
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ મદમેળવોરણ; મૂસુદિપવંધપવ) કરવામાં આવ્યું છે. સુ. ચ. દેટની વિશેષતા એ છે કે તેમાં દષ્ટાંતરૂપે વિસ્તૃત અને સંક્ષિપ્ત પરિમાણ ધરાવતી તેર કથાઓનું આલેખન થયું છે જે આ મુજબ છે : જ્ઞાનદાન વિષયે અનંગદત્તકથા, અભયદાન વિષયે મેઘરથ કથા, વિશુદ્ધદાન વિષયે, વીરભદ્ર શ્રેષ્ઠિ કથા, શીલવ્રત પ્રભાવ વિષયે કલાવતી કથા, તપપ્રભાવ વિષયે વિષ્ણુકુમાર મુનિ કથા, (ઉદ્દેશક-૮); શ્રુતજ્ઞાન વિષયે શ્રેયાંસકુમાર કથા, જ્ઞાનચારિત્ર વિષયે મરુદેવી, ઋષભદેવ-ભરત ચરિત્ર, પંચવિધ મિથ્યાત્વ વિષયે નરસુંદરનરેશ કથા, ચારિત્ર પ્રભાવ વિષયે મહાબલ નૃપકથા, ધર્માધર્મ વિષયે કુચંદ્ર કથા, જ્ઞાન-દર્શન-ચારિત્ર આરાધક જીર્ણવૃષભ કથા (ઉદ્દેશક ૧૦); અને જિન ધર્મપાલન અપાલન વિષયે સુનંદ કથા (ઉદ્દેશક ૧૬). શૈલી અને કાવ્યાત્મકતાની દૃષ્ટિએ સુ. ચ. દે, સુ. ચ. એ. કરતાં કંઈક ઊણી ઊતરે છે. કથાવસ્તુનું સમગ્રતયા અનુસરણ કરતી આ કૃતિમાં સુ. ચ. અ માં આલેખિત વિવિધ વર્ણનો દૃષ્ટિગોચર થતાં નથી, જેવાં કે સુદર્શનાના સૌંદર્યનું વર્ણન, વસંત વર્ણન, મન ક્રીડાનું વર્ણન, સુદર્શનાને વિદાય આપવા સમુદ્રકિનારે જઈ રહેલા લોકોને કારણે રસ્તામાં સર્જાતી અવ્યવસ્થાનું વર્ણન વગેરે. જ્યાં જ્યાં સુ. ૨. ની જેમ જ વર્ણનો નિરૂપાયાં છે ત્યાં કોઈ નવીનતા જોવા મળતી નથી. પણ સુ. ચ. એમાં પ્રયોજાયેલાં અલંકારો અને ઉદાહરણોની જ છાપ ઝિલાઈ છે, જેમ કે સિંહલદ્વીપ, શ્રીપુરનગર, રાજચંદ્રગુપ્ત, વર્ષાવર્ણન (સુ. ચ. દે. ૩-૯૫૯૯; સુ. ચ. આ ગાથા ૩૧૩-૩૨૧); વિમલશેલ પર એકાકી અપહૃતા શીલવતી વનની ભયાનકતા અનુભવે છે તે વર્ણન (સુ. ચ. દે. પ/૬૦-૬૬) સુ. ચ. અ. ગાથા પરં૨-પ૨૮). સુ. ચ. દેશમાં સુ. ચ. અ. ની સરખામણીએ ધર્મોપદેશનું નિરૂપણ વિસ્તૃત રીતે કરાયું છે, જેમ કે જ્ઞાન, દર્શન, ચારિત્ર વિષયક નિરૂપણમાં તેના ભેદ-પ્રભેદ વિશદતાથી વર્ણવાયા છે. કર્મના ભેદ-પ્રભેદો પણ વિસ્તૃત રીતે દર્શાવ્યા છે. સુ. ચ. અની કેટલીય ગાથાઓ સુ. ચ. દેશમાં અક્ષરશઃ તો કેટલીય ગાથાઓ નજીવા ફેરફાર સાથે આલેખાયેલી છે. આમ સુ ચ. દેશનો મૂળ સ્રોત સુ ચ. એ જ છે તેમ નિશ્ચિતપણે કહી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 258