Book Title: Sudansana Cariyam
Author(s): Saloni Joshi
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ સમજાવાના કારણે લહિયાએ એકની જગ્યાએ બીજો અક્ષર લખી નાખ્યો છે. એકાદ બે સ્થાન બાદ કરતાં બધે જ પડિમાત્રાનો ઉપયોગ થયો છે. ક્યાંક હ્રસ્વ ઇના બદલે પડિમાત્રા કરાઈ છે. ક્યાંક માત્રા કરવાની રહી ગઈ છે. ક્યાંક બિનજરૂરી માત્રા ઉમેરાઈ છે, ક્યાંક આગળ પાછળ થઈ ગઈ છે. ક્યાંક આરંભમાં તો ક્યાંક વચ્ચે વ્યંજનોને બિનજરૂરી બેવડાયાં છે. જોડાક્ષરોમાં ઘણી વાર એકવડો વ્યંજન જ વાપર્યો છે. મોવશ્વના બદલે હંમેશા મોવું જ લખાયું છે. (જુઓ ભાષાનોધ) ક્યાંક વર્ણવ્યત્યય જોવા મળે છે. જ્યના બદલે નય. બધે જ અનુનાસિકની જગ્યાએ અનુસ્વાર જોવા મળે છે. ક્યારેક અનુસ્વાર આગળ પાછળ જોવા મળે છે. ધમ્મના બદલે ધૂમ લખાયેલ છે. ક્યાંક સામીના બદલે સવિ, સાવિ અને સંવેનિયાના બદલે સર્વત્રિયL લખાયું છે. અગિયારમા ઉદ્દેશકની પુષ્યિકામાં સિરિયુલંસMવરિપુની જગ્યાએ િિરસર્વાનિયારિખ લખાયું છે. સંસ્કૃતમાં લખતી વખતે શું ના બદલે સ અને દ્વીપ ની જગ્યાએ સીપ લખાયું છે. ક્યારેક છંદને ગોઠવવા દીર્ઘનું હ્રસ્વત્વ અને જોડાક્ષરને એકવડો કરાયો છે. પ્રતમાં ગાથાક્રમાંક એના નિશ્ચિત ક્રમમાં આવતા નથી. ક્યારેક તે તોડીને વચ્ચેથી ફરી નવો ક્રમાંક અપાયો છે. પ્રતમાં ઘણી જગ્યાએ સુધારાવધારા કરાયા છે. ક્યાંક આખેઆખી ગાથાઓ વચ્ચે ઉમેરાઈ છે. ક્યાંક આખી ગાથા ભૂંસી નાખી છે. આ સુધારા-વધારા પાછળથી કરાયા હોય તેમ ગાથાક્રમાંકના આધારે લાગે છે. આ ઉમેરેલું લખાણ ઉપરનીચે અને ક્યારેક બે પંક્તિ વચ્ચે રહેલી જગ્યામાં કરાયું છે. કોઈક ગાથામાં એકાદ શબ્દ ભૂસીને તેની જગ્યાએ બીજો શબ્દ લખાયો છે. - સંપાદન પદ્ધતિ : મૂળપાઠ એક જ પ્રતિના આધારે મૂક્યો છે. અર્થની દૃષ્ટિએ અશુદ્ધ પાઠ નીચે ટિપ્પણમાં મૂકી મૂળમાં શુદ્ધ પાઠ આપ્યો છે. મૂળ પ્રતિના પત્રનો ક્રમાંક ચોરસ કૌંસમાં આપ્યો છે. પાઠશુદ્ધિમાં સંદિગ્ધ પાઠની પછી ગોળ કૌંસમાં પ્રશ્નચિહ્ન મૂકેલ છે. () વૈકલ્પિક પાઠ ગોળ કૌંસમાં પ્રશ્નાર્થસહ સૂચવ્યો છે. પ્રતિ તૂટક હોવાના કારણે નહિ મળતા પાઠની જગ્યાએ ડોટ દર્શાવી..... ખાલી જગ્યા રાખી છે. નવો ઉમેરેલો પાઠ [ ]ચોરસ કૌંસમાં મૂક્યો છે. અલ્પવિરામ, આશ્ચર્યચિહ્ન, પ્રશ્નાર્થચિત અવતરણચિહ્ન વગેરે વિરામચિહ્નો ઉમેર્યા છે. સામાસિક શબ્દોને હાઈફન-થી છૂટા પાડી દર્શાવ્યા છે. ગાથાસંખ્યા મૂળપ્રતિમાં અસ્તવ્યસ્ત છે તે સળંગ ક્રમમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 258