________________
આ દુનિયાના તમામ સમુદ્રના પાણીની શાહી બતાવીને, બધાય વૃક્ષોની કલમો બતાવીને, આ પૃથ્વીતે કાગળ માનીને તેની ઉપર લખવામાં આવે તો, તે શાહી પણ ખૂટી જાય, તે કલમ પણ ઘટી જાય, રે ! તે પ્રસ્તી પણ ઓછી પડે. આ જ સ્વાધ્યાય માટે સંસ્કૃત ભાષાના માર્ગનો ઉપદેશ કરાવતું પુસ્તક એટલે જ “સુબોધ સંસ્કૃત માગોંપદેશિકા”
આ પુસ્તકનું મહદ્અંશે સંશોધન કરી આપનાર મુનિશ્રી ચિરંતન રત્ન - વિજયજીને આ પ્રસંગે હું કેવી રીતે ભૂલી શકું?
આ પુસ્તકમાં છઘસ્થપણાના દોષથી જે કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તે સુજ્ઞ પાઠકોએ સુધારવી.
સર્વે પુણ્યાત્માઓ આ પુસ્તકનો અક્ષરશઃ ઉપયોગ કરી પોતાના જીવનમાં સ્વાધ્યાયની મસ્તી માણો,
અને.........
રત્નત્રયીની આરાધનામાં આગળ વધી પરંપરાએ અનંત સુખમય મોક્ષને પામો એ જ એક અભિલાષ.
2 અતિ રસ્તરાજ વિજય ૨૦૧૪, વૈશાખ સુદ-૫
અમદાવાદ