Book Title: Stotra Granth Samucchaya
Author(s): Trailokyamandanvijay
Publisher: Jain Granth Prakashan Samiti

View full book text
Previous | Next

Page 7
________________ દેશનાને વર્ણવતા ૨૪ ગ્રંથો તેમણે રચવા ધારેલા, તેમાં ૧ થી ૬ ભાગોમાં છે પ્રભુની દેશના વર્ણવતા દેશનાચિંતામણિ” નામે ગ્રંથની રચના પણ તેમણે કરી હતી. શ્રમણધર્મજાગરિકા, શ્રાવકધર્મજાગરિકા, સંવેગમાળા, સિંદૂરપ્રકર, કપૂરપ્રકર વગેરેનાં પદ્યાનુવાદયુક્ત વિવરણો ઇત્યાદિ અનેક શાસ્ત્રાધારિત રચનાઓ તેમના નામે છે. શરીરની અસ્વસ્થતાને કારણે તેમના જીવનનો મોટો ભાગ અમદાવાદમાં સ્થિરવાસમાં જ વીત્યો. શિષ્યગણ હતો, પણ તે વહેલો અસ્ત થયેલો. - પાંજરાપોળની જ્ઞાનશાળામાં કબાટો ભરીને ગ્રંથો હતા, તે લગભગ તમામ – હજારો ગ્રંથો – તેમણે વાંચેલા. સ્વાધ્યાય એ તેમનો પ્રધાન જીવનરસ હતો. શાસ્ત્રના અનેક કઠિન પદાર્થો અને રહસ્યો તેઓ અત્યંત વિશદતાથી સમજાવતા. સં. ૨૦૨૮માં તેઓ કાળધર્મ પામ્યા હતા. તેઓએ રચેલા બે સ્તોત્રગ્રંથો સ્તોત્રવત્તામા તથા પ્રતિસ્તોત્રપ્રાશ આ ગ્રંથમાં સમાવવામાં આવ્યા છે. તેઓ નિજાનંદી પુરુષ હતા. રાત્રે તેમને મોજ ચડે અને રચનાઓ હુરે. ત્યારે અંધારામાં તેઓ કાગળો તથા પેન્સિલો લઈને બેસતા. જેમ જેમ ફુરણા થતી જાય તેમ તેમ આડાઅવળા અક્ષરો પાડી દેતા. ક્યારેક કાગળ ન જડે તો પાસેની દીવાલ ઉપર શ્લોકો લખી દેતા. સવારે વ્યવસ્થિત ઉતારો કરી તે બધા પર રબર ફેરવી દેતા. ૧૯૯૦ના મુનિસંમેલન પછી શ્રમણ સંઘ દ્વારા પ્રકાશિત થતાં સામયિક “જૈન સત્યપ્રકાશ''ના અનેક અંકોમાં ઉઘડતા પાને તેઓની પ્રાકૃત રચનાઓ પ્રગટ થતી. તે પણ આમાં સમાવાઈ છે. શાસનસમ્રાટશ્રીની સૂરિપદશતાબ્દી સં. ૨૦૬૪માં આવી, ઉજવી, ત્યારે તેઓએ તથા તેમના શિષ્યગણે રચેલા, હાલમાં અજાણ્યા તથા અલભ્ય બનેલા, વિવિધ ગ્રંથોનું પ્રકાશન કરવું એવો નિર્ધાર થયેલો. તે માટે ““શાસનસમ્રાટ્ શતાબ્દી ગ્રંથમાળા”નો પ્રારંભ પણ કરેલો, અને તેના ઉપક્રમે સૂરિસમ્રાટશ્રીવિરચિત ગ્રંથો ૧. સમપ્રમા, ૨. ચાન્યુઃ તથા ૩. વિજયોદયસૂરિકૃત, તમાષા ગ્રંથ ઉપરની રત્નપ્રમા ટીકા, ૪. વિજયદર્શનસૂરિ-વિરચિત પર્યુષUપર્વત્પન્નતા-પ્રમા એમ ચારેક પુસ્તકોનું સંપાદન-પ્રકાશન થયું છે. તે જ શ્રેણિમાં આ પાંચમા ગ્રંથ સ્તોત્રસંગ્રહસમુન્વયનું અને તેના માધ્યમથી ચાર ભગવંતોની પાંચેક ગ્રંથકૃતિઓનું પ્રકાશન થઈ રહ્યું છે, તે અમારા સમગ્ર સમુદાય માટે આનંદદાયક ઘટના છે. શાસનસમ્રાટશ્રીની આચાર્યપદ-શતાબ્દીના અવસરે જ નિર્ધારિત ઉજવણીના ભાગરૂપે, અમદાવાદમાં શેઠ હઠીસિંહની વાડીમાં એક ભવ્ય ભવન બનાવવાનો ઉપક્રમ રચાયો. દાતાઓએ જમીન તેમજ ધનનું દાન કર્યું. પૂજયપાદ તેજોમૂર્તિ ગુરુમહારાજ આચાર્યશ્રીવિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજની ભાવના, પ્રેરણા તેમજ માર્ગદર્શન અનુસાર તે ભવન સાકાર થઈ રહ્યું છે, અને ““શાસનસમ્રાટ્ ભવન”ના નામે તેનું ૨૦૭૦ના માગસર સુદિ ૬ તા. ૮-૧૨-૨૦૧૩ના શુભ દિવસે ઉદ્ઘાટન થઈ રહ્યું છે, ત્યારે તે પ્રસંગને અનુલક્ષીને આ ગ્રંથ તૈયાર થઈ રહ્યો છે, તે ઘણા જ હર્ષની બીના છે. આ તમામ સ્તોત્રોનાં વાંચન, સંમાર્જન, સંપાદન અને સંકલનનું શ્રમસાધ્ય કાર્ય મુનિ શ્રીરૈલોક્યમંડનવિજયજીએ કર્યું છે તે માટે તેમની અનુમોદના છે. આ ગ્રંથના પ્રકાશનનો લાભ માટુંગાના શ્રી જૈન શ્વે. મૂ. પૂ. સંઘે પોતાના જ્ઞાનદ્રવ્ય દ્વારા લીધો છે, તેમને પણ અભિનંદન ઘટે છે. – શીલચન્દ્રવિજય સાબરમતી, સં. ૨૦૭૦ કાર્તિક શુદિ ૮

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 380