Book Title: Stotra Granth Samucchaya Author(s): Trailokyamandanvijay Publisher: Jain Granth Prakashan Samiti View full book textPage 6
________________ ૨. પં. શ્રી પ્રતાપવિજયજી ગણિ આ મુનિરાજનો પરિચય આપતી કોઈ વિગત સચવાઈ નથી; ઉપલબ્ધ નથી. સં. ૧૯૬૯માં કપડવંજમાં તેમને ગણિપદ તથા પંન્યાસપદ અપાયાનો ઉલ્લેખ મળે છે. તેઓ શાસનસમ્રાટના પોતાના શિષ્ય હતા. પોતે સંસ્કૃત-પ્રાકૃતના પ્રખર જ્ઞાતા હતા, અને મહારાજજીના વિશ્વાસભાજન હતા, તેવું જાણી શકાય છે. તેમણે રચેલો નૂતનસ્તોત્રસંપ્રદ પ્રકાશિત છે, તેની જ પુનરાવૃત્તિ આ ગ્રંથમાં થઈ રહી છે. તેમણે ‘પ્રાકૃતરૂપમાલા' નામક પુસ્તક પણ રચ્યું હતું, જે પણ પ્રકાશિત થયેલું. ઉપરાંત તેમણે ‘પ્રાકૃતશબ્દરૂપકોશ'ની રચના માટે ૮૦૦-૧૦૦૦ પૃષ્ઠનું ૧ એવાં ૭ વોલ્યુમો તૈયાર કરેલાં, જેમાં પાને પાને પ્રાકૃત શબ્દો તેમણે નોંધ્યા છે, અને તેનાં રૂપોનાં સ્થાન કોરાં રાખેલ છે. તેઓની દીક્ષા સં. ૧૯૬૦ થી ૬૨ના ગાળામાં થઈ હોવાનો સંભવ છે. એક વીસરાવા માંડેલા જ્ઞાની મુનિની રચનાઓનો અહીં પુનરુદ્ધાર થાય છે તેનો ઘણો આનંદ થાય છે. ૩. આ. શ્રીવિજયનન્દનસૂરિજી મ. બોટાદના વતની શાહ હેમચંદ શામજીના પુત્ર. નરોત્તમભાઈ નામ. સં. ૧૯૭૦માં ૧૪ વર્ષની વયે દીક્ષા લીધી - ઘરેથી ભાગીને. વળાદ મુકામે દીક્ષા અને શ્રીઉદયવિજયજીના શિષ્ય થયા. દીક્ષાના ત્રીજા જ વર્ષે તેમણે સંસ્કૃત સ્તુતિકાવ્યોની રચના કરી, તે સ્તોત્રમાનુ ના નામે પ્રકાશિત થયાં. તેમનો અહીં સમાવેશ થયો છે. સં. ૧૯૮૩માં, રાજનગરના નગરશેઠ કસ્તૂરભાઈ મણિભાઈના આગ્રહથી તેમને આચાર્યપદ મળેલું. ન્યાય, સિદ્ધાંત અને જ્યોતિષ-શિલ્પના પ્રકાંડ વિદ્વાન પંડિત. છ દર્શનોના પ્રખર અભ્યાસી. તેમણે સોળ જેટલા ગ્રંથો રચ્યા છે. અસંખ્ય મુહૂર્તી શાસનનાં કાર્યો માટે આપ્યાં છે. તેમના આપેલા મુહૂર્ત થયેલાં શુભ કાર્યો શ્રીકાર થતાં. શાસનસમ્રાટશ્રીના તેઓ અપૂર્વ કૃપાપાત્ર હતા. તેમની દૃષ્ટિસંપન્ન પ્રતિભાની તુલના જાણકારો શાસનસમ્રાટશ્રી સાથે કરતા. સં. ૨૦૩૨માં તગડી મુકામે તેઓ કાળધર્મ પામ્યા હતા. દીક્ષાના ત્રીજા વર્ષે થયેલી રચનાઓમાં, પ્રૌઢિની અપેક્ષા રાખી ન શકાય. પણ તેમણે ૧૯૯૩માં એક જ રાત્રિમાં રચેલું, ૩૨ શ્લોકપ્રમાણ કદમ્બગિરિસ્તોત્ર જોઈશું, તો કાવ્ય કેવું હોય, કાવ્યમાં પ્રસાદ, ઓજ અને માધુર્યનાં તત્ત્વો કેવાં હોય, તેનો વિશદ અંદાજ મળી શકે છે. આ ગ્રંથમાં તેનો પણ સમાવેશ થયો છે. ૪. આ. શ્રીવિજયપધસૂરિજી મ. શાસનસમ્રાટશ્રીના સીધા પટ્ટશિષ્યો પૈકી ત્રીજા ક્રમે આવતા આ આચાર્ય મૂળે અમદાવાદ-ટેમલાની પોળના રહીશ હતા. કિશોરાવસ્થામાં જ તેમણે દીક્ષા લીધી હતી. તેઓ પ્રાકૃત ભાષાના વિશેષજ્ઞ હતા. પ્રાકૃતમાં તેમજ સંસ્કૃતમાં તેમણે અઢળક સ્તોત્રરચનાઓ કરી છે. તેમાં અજિતશાન્તિસ્તવની અનુકૃતિરૂપ સિદ્ધચક્રસ્તોત્ર તો તેમની અદ્ભુત કહી શકાય તેવી રચના છે. તેમણે ગુજરાતી કાવ્યબદ્ધ ઉપદેશાત્મક ગ્રંથો ઘણા રચ્યા છે. ૪૫ આગમોના સારદોહનરૂપ ગ્રંથ ‘પ્રવચન-કિરણાવલી’ તો આજે આખાયે સંઘમાં ખૂબ મહત્ત્વનો તથા ઉપકારક બની ગયો છે. ૨૪ પરમાત્માનીPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 380