Book Title: Sthanang Sutra Part 02
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 2
________________ • અરિહંત ભગવંતના શાસનના વર્તમાનકાળના આચાર્યો મહાનિશીથસૂત્રકારની ઉપરની વાતને વાંચે છે. દીપાવળી કથામાં આવેલ વાતો વાંચે છે. બીજાને સંભળાવે છે. પણ એ સમયે પોતાની સામે જોવાની, પોતાના હૃદયમાં ડુબકી મારીને જોવાની ફુરસદ જ નથી. કે મારો નંબર ક્યાં? મારી આચરણા કેવી? મારી આચરણાનું ફળ શું? જો એ સમયે પણ ચિંતન થઈ જાયતો એક આચાર્યનું જીવન પરિવર્તન ગચ્છના સમાજના હિત માટે થઈ જાય. પણ એ સમયે બીજા ગચ્છના આચાર્યો પ્રત્યે, અથવા સ્વગચ્છના પણ પોતાના વિરોધી મંતવ્યધારક આચાર્યો પ્રત્યે એ નજર થઈ જાય કે તેઓ કઈ શ્રેણીમાં છે? જે તક સુધરવા માટે લાખેણી હતી તે તકને ખાખમાં ફેરવી નંખાય છે. “જયાનંદ”

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 484