________________
• અરિહંત
ભગવંતના
શાસનના વર્તમાનકાળના આચાર્યો મહાનિશીથસૂત્રકારની ઉપરની વાતને વાંચે છે. દીપાવળી કથામાં આવેલ વાતો વાંચે છે. બીજાને સંભળાવે છે. પણ એ સમયે પોતાની સામે જોવાની, પોતાના હૃદયમાં ડુબકી મારીને જોવાની ફુરસદ જ નથી. કે મારો નંબર ક્યાં? મારી આચરણા કેવી? મારી આચરણાનું ફળ શું? જો એ સમયે પણ ચિંતન થઈ જાયતો એક આચાર્યનું જીવન પરિવર્તન ગચ્છના સમાજના હિત માટે થઈ જાય. પણ એ સમયે બીજા ગચ્છના આચાર્યો પ્રત્યે, અથવા સ્વગચ્છના પણ પોતાના વિરોધી મંતવ્યધારક આચાર્યો પ્રત્યે એ નજર થઈ જાય કે તેઓ કઈ શ્રેણીમાં છે? જે તક સુધરવા માટે લાખેણી હતી તે તકને ખાખમાં ફેરવી નંખાય છે.
“જયાનંદ”