Book Title: Sthanang Sutra Part 02
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 10
________________ श्री स्थानाङ्ग सूत्र સંખ્યાના વિષયો વિષે ચર્ચા છે. आवकार આ બન્ને ગ્રંથો જ્ઞાનકોશ જેવા છે. અનેક અનેક વિષયોનું આમાં નિરૂપણ છે. વ્યવહારસૂત્ર (ઉ. ૩, સૂ. ૬૮)માં સ્થાનાંગ-સમવાયાંગના ધારકને જ આચાર્ય-ઉપાધ્યાય-ગણાવચ્છેદક આદિ પદ આપી શકાય એમ જણાવી આ બન્ને ગ્રંથોનો મહિમા બતાવ્યો છે. સ્થાનાંગ–સમવાયાંગ ગ્રંથો મુખ્યત્વે સંખ્યાધારિત છે એવી રીતે આંશિક સંખ્યાધારિત નિરૂપણ પંક્ખીસૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર (અ. ૩૧)માં પણ મળે છે. બૌદ્ધગ્રંથો અંગુત્તરનિકાય અને પુગ્ગલપત્તિ પણ સ્થાનાંગસૂત્રની જેમ સંખ્યા આધારિત છે. ‘અંગુત્તરનિકાય’માં એકનિપાત, દુનિપાત એમ એકાદસનિપાત સુધી ૧૧ પ્રકરણો છે. પુગ્ગલપઞત્તિમાં એકકનિર્દેસથી દસકનિર્દેસ સુધી ૧૦ વિભાગો છે. સ્થાનાંગસૂત્રમાં ૧૨૦૦ જેટલા વિષયો આવરી લેવાયા છે. આમાંના મોટાભાગના પદાર્થો અન્ય-અન્ય આગમાદિ ગ્રંથોમાં જોવા મળે છે. જો કે એવી પણ કેટલીક બાબતો છે કે જે માત્ર આ આગમગ્રંથમાં જ હોય. દાખલા તરીકે – પુરુષપરીક્ષા પ્રકરણ. આગમ પ્રકાશન સમિતિ બ્યાવરથી પ્રકાશિત સ્થાનાંગ (હિંદી અનુવાદ સાથે)ની પ્રસ્તાવનામાં (એ પ્રસ્તાવના આમાં આપેલ છે) અને શ્રી દલસુખ માલવણિયાના અનુવાદ ગ્રંથ સ્થાનાંગ-સમવાયાંગ (પ્ર. પૂંજાભાઈ ગ્રં.)માં તુલનાત્મક ટિપ્પણો અપાયા છે. આ. અભયદેવસૂરિ કૃત ટીકા : નવાંગી ટીકાકાર તરીકે પ્રસિદ્ધિ પામેલા શ્રી અભયદેવસૂરિજીએ વિ.સં. ૧૧૨૦માં ૧૪૨૫૦ શ્લોકપ્રમાણ આ ટીકાની રચના કરી છે. આ ટીકા સીધી સૂત્ર ઉપર જ છે. સ્થાનાંગ સૂત્ર ઉપર નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિની રચના થયેલી નથી. (સમવાયાંગ સૂત્રમાં અપાયેલા સ્થાનાંગના પરિચયમાંથી પણ આ વાત ધ્વનિત થાય છે.) એટલે આ. અભયદેવસૂરિજીને પુરોગામી વ્યાખ્યા સાહિત્યના આધાર વિના જ ટીકા રચવી પડી છે. એક તો ગ્રંથમાં વિપુલ વિય વૈવિધ્ય અને સૂત્ર પ્રતિઓમાં વિવિધ વાચનાઓ અને પુષ્કળ અશુદ્ધિઓ (વાચનાનામનેકત્વાત્ પુસ્તકાનામશુદ્ધિતઃ) આવા કારણે ટીકારચનાનું કાર્ય અતિકપરું હોવા છતાં ટીકાકારશ્રીએ આ સુંદર ટીકા રચી છે. માત્ર સૂત્રનો શબ્દાર્થ કરીને આચાર્યશ્રી અટકી નથી ગયા. જરૂર જણાઈ ત્યાં વિશ્લેષણ કર્યું છે. દાર્શનિક ચર્ચાઓ કરી છે. સેંકડો ગાથાઓ સાક્ષીપાઠ તરીકે આપીને વિવેચનને સુદૃઢ કર્યું છે. (લગભગ ૧૬૦૦ જેટલા સાક્ષીપાઠો ટીકામાં આપવામાં આવ્યા છે.) ટીકામાં, અપાયેલા અવતરણોના પણ અર્થ કરવા માટે કેટલાક વિદ્વાનોએ પ્રયાસ કર્યો છે. આની વિગત શ્રી વિનયસાગરજી સંપાદિત સાહિત્યકોશમાં ‘ખરતરગચ્છ સાહિત્યકોશ' પૃ. ૨૨૭માં આ પ્રમાણે આપવામાં આવી છે – '३०२७ स्थानाङ्ग सूत्र गाथागतवृत्ति, हर्षनन्दन वादी / समयसुन्दरोपाध्याय, सुमतिकल्लोल उ. / जिनचन्द्रसूरि, આગમ, સંસ્કૃત, ૨૦૦૯, ગાવિ - સ્વસ્તિ શ્રીવૃત્તિમાં... અન્ન-નોચક્ષર સૂરિપદ્દસ્યમન્ત્ર... હૈં. હંસવિનય સંગ્રહ, बडौदा, मु. देवचन्द लालभाई जैन पु. फंड सूरत' શ્રીનગગિણિએ વિ.સં. ૧૬૫૭માં સ્થાનાંગસૂત્ર ઉપર દીપિકા રચી છે. સ્થાનાંગસૂત્રના અત્યાર સુધીમાં ઘણાં સંસ્કરણ પ્રગટ થયેલા છે. કેટલાકની વિગત ટૂંકમાં આ પ્રમાણે છે – (૧) રાયબહાદૂર ધનપતસિંહ ઈ.સ. ૧૮૮૦માં, (૨) આગમોદયસમિતિ ઈ.સ. ૧૯૧૮-૨૦, માણેકલાલ ચુનીલાલ ઈ.સ. ૧૯૩૭, મોતીલાલ બનારસીદાસ (સં. જંબૂવિજય મ.) ઈ.સ. ૧૯૮૫, વિ.સં. ૨૦૨૯માં શ્રી આત્માનંદ સભા ભાવનગરથી બે ભાગમાં મૂળ અને ૨૦૫૯–સન્ ૨૦૦૩માં ટીકા 1. આ ઉપરાંત બૌદ્ધગ્રંથ દીઘનિકાયના પરિયાયસુત્ત અને દસુત્તરસુત્ત ખુદનિકાયના ખુદ્દપાઠ વગેરેમાં સંખ્યા-આધારિત વિવેચન છે. મહાભારત વનપર્વ અધ્યાય ૧૩૪માં બંદી-અષ્ટાવક્ર સંવાદમાં પણ સંખ્યા આધારે વિવરણ છે. viii

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 484