Book Title: Srushtivad Ane Ishwar
Author(s): Ratnachandra Maharaj
Publisher: Jain Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 10
________________ સૃષ્ટિ, પરસ્પરષ્ટિ એવા સૃષ્ટિના અનેક પ્રકારે પણ એ તત્ત્વવિદેએ ઉલ્લેખ્યા છે. એમ ઉત્તર-ઉત્તર વાદ પૂર્વ-પૂર્વ વાદનું ખંડન કરીને સ્વવાદનું ખંડન કરવામાં બધી શક્તિ અને કલ્પનાઓને ઉપયોગ કરે છે. આર્યસમાજ વેદની એક નવીન શાખા છે અને તેમાં વેદાંત, સાંખ્ય અને ન્યાય દર્શનને આધારે સૃષ્ટિપ્રક્રિયા કલ્પવામાં આવી છે. વેદાંત બ્રહ્મને જગત ઉપાદાન કારણ માને છે, આર્યસમાજ તેને નિમિત્ત કારણ માને છે; પુનઃ નિમિત્ત કારણના તે ભાગ પાડે છે, એક મુખ્ય અને બીજું સાધારણ. એ ત્રણે પ્રકારનાં કારણેમાંથી તે સૃષ્ટિપ્રક્રિયા થએલી માને છે. વેદ અને ઉપનિષદોની સૃષ્ટિપ્રક્રિયાની વિવિધતા જોઈને આગળ વધીએ છીએ તે વિધવિધ પુરાણની સૃષ્ટિપ્રક્રિયા વળી વધુ વિવિધતાભરી દેખાઈ આવે છે. એક પુરાણ સૃષ્ટિકર્તાને સ્થાને પુરૂષનેવિષ્ણુને, બીજું બ્રહ્માને, ત્રીજું બ્રહ્મને, ચોથું શક્તિને, પાંચમું સૂર્યને, છઠું નારાયણને, સાતમું ઈશ્વરને-વિરાને, એમ જૂદી જૂદી નિરાકાર વ્યક્તિ-શક્તિને સ્થાપે છે, અને ચિત્ર-વિચિત્ર સર્જન–પ્રલયને ક્રમ બતાવે છે. પુરાણોનાં સૃષ્ટિ વિષયક તારત ઉપરથી જ જોઈ શકાય છે કે મનુષ્ય પ્રાણુની સ્થૂળ દૃષ્ટિને દેખાય અને સમજાય એવી રીતની જ એની પ્રક્રિયા કલ્પવામાં આવી છે અને મુખ્ય એક અધિષ્ઠાતા દેવ કે અવતારની દિવ્યતાનું અંજન મનુષ્યની આંખોમાં આંજીને એ અધિષ્ઠાતા પ્રતિ ભક્તિ મનુષ્ય પ્રાણીમાં ઉપજાવવામાં આવી છે. ક્રિશ્ચિયન સૃષ્ટિ, ઈસલામની સૃષ્ટિ અને જરથોસ્તીઓની સૃષ્ટિ વિષેની જે જે કલ્પનાઓ તે તે ધર્મના ગ્રંથમાંથી મળે છે તે બધી માત્ર સૃષ્ટિકર્તા દેવની જ કૃતિ હેય એમ કહે છે અને એ વસ્તુ સ્વરૂપે જૂદો પરતુ મૂલતઃ એક સરખે અનેકદેવવાદ જ છે. મનુષ્યની બુદ્ધિ થાકીને જ્યાં આગળ થેલે છે ત્યાં આગળ તે દિવ્ય શક્તિની જ કલ્પના કરીને ચલાવી લે છે, એમ આ બધા સૃષ્ટિ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 456