Book Title: Srushtivad Ane Ishwar Author(s): Ratnachandra Maharaj Publisher: Jain Sahitya Pracharak Samiti View full book textPage 8
________________ ભૂમિ કા મનુષ્ય જ્યારે પોતાના નિત્યના વ્યાપારમાંથી માથું ઉંચું કરીને દિશાઓમાં દષ્ટિપાત કરે છે ત્યારે તે એક આશ્ચર્યને અનુભવે છે.. આવડું મેાટું વિશ્વ કાણે અને શામાટે બનાવ્યું હશે, તેમાંના એક નાના અંશરૂપ આ પૃથ્વીનું કયું સ્થાન હશે, પૃથ્વીમાંના એક હાલતા ચાલતા માણસ પાતે કયાંથી આવ્યા હશે અને શામાટે આવ્યા. હશે ? આ બધું જેણે બનાવ્યું હશે તેનામાં કેટલી બધી શક્તિ હશે ? એવી શક્તિ પાતામાં પણ કાઇ વાર આવી શકે ખરી ? આવે તે કેવી રીતે આવે? વિશ્વની વિશાળતા, તેમાં કરતાં સૂર્ય-ચંદ્ર-નક્ષત્રા, આ પૃથ્વીના જેવીજ અનેક પૃથ્વીએ, એ બધાંના ચાલી રહેલા નિત્યક્રમ એ બધું જોતાં તેની વિચારશક્તિ કુંઠિત થઇ જાય છે અને બુદ્ધિના વેગ થંભી જાય છે. તેને નૈત્તિ નૈતિ’ ધોષ કરનારા તત્ત્વવેત્તા ઋષિમુનિઓ સાંભરે છે અને પાતે એ વિચાર કરવા. માટે કેવા પામર બુદ્ધિવાળા છે તેનું તેને ભાન થાય છે. છતાં એ વિષે વિચાર કરવાનું માનવની મુદ્ધિએ કદાપિ છેડયું. નથી. તેણે મુદ્ધિના વ્યાપારા ચલાવ્યા જ કર્યાં છે; નિર્ણયા કર્યાં છે,. તે ફેરવ્યા છે અને નવા નિર્ણયા કર્યાં છે. તે પહેલાં જુએ છે કે દરેક વસ્તુ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ તત્ત્વાની મને છે અને કાઈ તેને બનાવનાર હાય છે. કુંભાર માટીને ઘડે! બનાવે છે ત્યારે માટી અને પાણી મેળવીને તેને કાચેા ધાટ કરે છે, પછી તેને વાયુથી સૂકવે છે, અગ્નિથી તપાવે છે અને અંદર–પેલાણમાં અને અહાર આકાશતત્ત્વ વ્યાપી રહેલું હોય છે. તેવીજ રીતે આ જગત્ રૂપી ધડે। પણ પાંચ તત્ત્વના છે અને તેને બનાવનાર કાઈ મહાન કુંભાર હેાવા જોઈ ઍ. આ કલ્પનાને આધારે તે ધટ અને જગત ખેઉને તુલનામાં સમાન માનવા પ્રેરાય છે અને પછી તેને સર્જનારના વ્યક્તિત્વની અનેક કલ્પના દાડાવે છે..Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 456