Book Title: Shrutsagar Ank 2012 03 014
Author(s): B Vijay Jain
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra * www.kobatirth.org હસ્તપ્રત : એક પરિચય વિ.સં.૨૦૬૮-ફાગણ મુષ્ટિ : જે પ્રતો મુઠ્ઠીમાં સમાઈ જાય તેટલી નાની હોય તેવી પ્રતોને મુષ્ટિ પ્રકારની પ્રતો કહેવામાં આવે છે. સંપુટ ફલક : લાકડાની પટ્ટીઓ પર લખાયેલ પત્રોને સંપુટ ફલક પ્રકાર કહેવામાં આવે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir છેદપાટી (છિવાડી) : ‘છેદપાટી’ એ પ્રાકૃત શબ્દ ‘છિવાડી’નું સંસ્કૃત રૂપ છે. આ પ્રકારની પ્રતોમાં પાનાંની સંખ્યા ઓછી હોવાને કારણે પ્રતની જાડાઈ ઓછી હોય છે પરંતુ લંબાઈ અને પહોળાઈ યોગ્ય પ્રમાણમાં હોય છે. ઉપરોક્ત પાંચ પ્રકારો સિવાય વર્તમાનમાં અન્ય પ્રકારો પણ મળે છે. ગોલ : ‘ફરમાન’ની જેમ ગોળ કુંડળી પ્રકારથી કાગળ અને કાપડ પર લખાયેલ ગ્રંથો પણ મળે છે, જેને અંગ્રેજી ભાષામાં Scroll કહે છે. ૨૦ મીટર જેટલી લંબાઈ હોવા છતાં તેની પહોળાઈ સામાન્ય-સરેરાશ જ હોય છે. જૈનવિજ્ઞપ્તિપત્ર, મહાભારત, શ્રીમદ્ ભાગવત, જન્મપત્રિકા વગેરે કુંડળી આકારમાં મળતાં રહે છે. ગડી : અનેક પ્રકારે ગડી કરાયેલ લાંબા-પહોળા વસ્ત્ર કે કાગળનો પટૂટો પણ મળે છે. સામાન્ય રીતે આમાં યંત્ર, કોષ્ટક, આરાધના પટ્ટ, અઢીદ્વીપ વગેરે આલેખાયેલ મળે છે. પાઠ : ગુટકા : સામાન્ય રીતે હસ્તપ્રતોનાં પાનાં ખુલ્લાં જ હોય છે પરંતુ કેટલીક વાર પાનાં (પત્રો)ની મધ્યમાં સિલાઈ કરીને અથવા બાંધીને પુસ્તકાકારે બે ભાગમાં વિભાજિત કરી દેવામાં આવે છે. આવા પાનાવાળી પ્રતોને ગુટકા તરીકે ઓળખવામાં આવે છે. તે વહીની જેમ ઉપરની બાજુ તથા સામાન્ય પુસ્તકની જેમ પડખાની બાજુમાંથી ખૂલે તેવા એમ બે પ્રકારથી બાંધેલાં મળે છે. જાડા પૂંઠાના આવરણમાં બંધાયેલ આવા ગુટકા નાનાથી માંડીને બૃહત્કાય સુધીના હોય છે. મોટા ભાગે આવા ગુટકાને લપેટીને બાંધવા માટે સાથે દોરી પણ લાગેલ હોય છે. આ સિવાય તામ્રપત્ર અને શિલાપટ્ટ વિગેરે ઉપર પણ ગ્રંથો લખાયેલ મળે છે. હસ્તપ્રત આલેખન હસ્તપ્રતનું લખાણ સામાન્યપણે માંગલિક શબ્દો અને સંકેતોથી શરૂ થઈ માંગલિક શબ્દો અને સંકેતોથી પૂર્ણ કરવામાં આવે છે, કાળાંતરે લેખન-શૈલીમાં પરિવર્તન થતું જોવા મળે છે. વિક્રમની ૧૪મી-૧૫મી સદીમાં પ્રતની મધ્યમાં ચતુષ્કોણિય ફુલ્લિકા-ખાલી સ્થાન જોવા મળે છે, જે મૂળ તો તાડપત્રોમાં દોરી પરોવવા માટે ખાલી જગા છોડવાની પ્રણાલીના અનુકરણ રૂપે ગણાય. પછીથી આ આકૃતિ કાળક્રમે વાવનાં પગથિયાં જેવા આકાર ધારણ કરીને ધીરે-ધીરે લુપ્ત થતી ગઇ છે. શૈલીની જેમ લિપિ પણ પરિવર્તનશીલ રહી છે. વિક્રમની ૧૧મી સદી પહેલાં અને પછીની લિપિમાં ઘણો તફાવત જોવા મળે છે. એક વાયકા અનુસાર ટીકાકાર શ્રી અભિયદેવસૂરિ દ્વારા પ્રાચીન પ્રતોના અભ્યાસ દરમ્યાન પડતી મુશ્કેલીઓના નિવારણ માટે જૈન લિપિપાટી પ્રસ્થાપિત કરવામાં આવી અને ત્યારથી તે જ પાટી સદીઓસુધી મુદ્રણયુગપર્યંત સામાન્ય પરિવર્તન સાથે સ્થપાયેલી રહી. પડીમાત્રાપૃષ્ઠમાત્રાનું શિરામાત્રામાં પરિવર્તન એ ખાસ તફાવત રહ્યા હોય તેમ જાણવા મળે છે. યોગ્ય અભ્યાસ હોય તો પ્રતના આકાર-પ્રકાર, લેખનશૈલી તથા અક્ષરપરિવર્તનના આધારે કોઈ પણ પ્રત કઈ સદીમાં લખાયેલ છે તેનું સચોટ અનુમાન સરળતાથી લગાવી શકાય છે. પત્રાંક : તાડપત્ર અને તેના પછી કાગળની શરૂઆતના યુગમાં પત્રક્રમાંક બે પ્રકારે લખાયેલા જોવા મળે છે, ડાબી બાજુ સામાન્ય રીતે સંસ્કૃત ભાષામાં ક્યારેક જ બને તેવા વિશિષ્ટ અક્ષરયુક્ત સંકેતો જે રોમન અંકોની જેમ શતક, દશમ અને એકમ માટે જુદા-જુદા હતા અને ઉપરથી નીચેની તરફ લખવામાં આવતા હતા. આવા અક્ષરાંકોનો ઉપયોગ પ્રાયશ્ચિત્ત ગ્રંથોમાં હ્રસ્વ-દીર્ઘ 'ઈ'ની માત્રા સાથે ચતુર્ગુરુ, પલઘુ વગેરેના ઉપયોગ માટે પણ થયેલો જોવાય છે. પૃષ્ઠની જમણી બાજુ સામાન્ય અંકોમાં પૃષ્ઠાંક લખાયેલ જોવા મળે છે. અમુક વખતે ગ્રંથાવલીરૂપે લખાવાયેલ એકથી વધુ ગ્રંથોને સળંગ ક્રમાંક અપાયેલો જોવા મળે છે. આવા ગ્રંથો ઉપર ક્વચિત્ એક ખૂણામાં ઝીણા અક્ષરે લખાયેલ ચોર અંક પણ જોવા મળે છે, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20