________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃતસાગર-માર્ચ, ૨૦૧૨
(પુસ્તક પરિચય) જય વીથશય (સવિવેચન તેર પ્રાર્થનાઓ)
આચાર્ય હેમચંદ્રસૂરિ પ્રકાશક-સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, મુંબઈ પ્રથમ આવૃત્તિ, વિ. સં- ૨૦૧૬ કિંમત રૂ. ૮૦.૦૦
* કનુભાઈ શાહ જિનમંદિરમાં પ્રભુ પૂજા બાદ ચૈત્યવંદન કરવામાં આવે છે અને ચૈત્યવંદનના અંતે “જય વીયરાય' સૂત્ર પ્રણિધાનપૂર્વક બોલાય છે. ભગવાનની ભક્તિથી સભર થયેલા ચિત્તથી શ્રાવક-શ્રાવિકા ભગવાન પાસે યાચના કરે છે તેથી આ સૂત્રને પ્રાર્થનાસૂત્ર કહેવાય છે.
આ સંસાર સાગર પાર કરવા માટે ભગવાન પાસે આવશ્યક વસ્તુઓની યાચના કરીને પ્રસ્તુત સુત્રથી તેમાં યત્ન કરવાનું પ્રણિધાન કરવામાં આવે છે, તેથી આ સુત્રને પ્રણિધાન સૂત્ર પણ કહેવાય છે.
આ સુત્રની બે ગાથા ગણધર ભગવંતોએ રચેલી છે અને પછીની ત્રણ ગાથા પૂર્વાચાર્ય દ્વારા રચાયેલી છે. આ સૂત્રમાં જે તેર યાચના કરવામાં આવી છે તે નીચે પ્રમાણે છે. હે વીતરાગ, આપ જય પામી ! હે જગદ્ગુર, આપ જય પામાં! ભવનિર્વેદ - સંસાર પર વૈરાગ્ય. માર્ગાનુસારીપણું- તત્તાનુસારીપણું. કદાગ્રહ• ત્યાગ. ઇષ્ટ સિદ્ધિ- પ્રભુ ભક્તિમાં અનુકૂળતા રહે તેવી આ લોકના સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ.
લાકવિરુદ્ધ ત્યાગ-નિંદા, ગુણિયલ પુરષોની વિશેષ કરીને નિંદા, દેશાદિ આચારોનું ઉલ્લંધન વગેરે લોક વિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ.
ગુરુજનપૂજા- માતા-પિતાદિ વડીલોની સેવા. પરાર્થકરણ- પરોપકાર કરવાની મનોવૃત્તિ. શુભ ગુરનાં યોગ- ઉત્તમ શ્રેષ્ઠ પંચાચાર પાલક ઉત્તમ સંયમી ગુરુનો યોગ. તેમના વચનની સેવા- સંયમી ગુરુઓના વચનનું યથાર્થ પાલન .
ભવના અંત સુધી અંખડિતપણે તમારા ચરણની સવા- હે પ્રભુ ! તમારા શાસનમાં ભક્તિના બદલામાં કોઇપણ વસ્તુની માગણી કરવાનો નિષેધ હોવા છતાં હું પ્રાર્થ છું કે મને ભવોભવ તમારા ચરણોની સેવા પ્રાપ્ત થાઓ.
દુ:ખનો ક્ષય થાઓ, કર્મનો ક્ષય થા, સમાધિમરણની પ્રાપ્તિ થાઓ, બોધિલાભ પ્રાપ્ત થાઓ- આ સંસારથી તરવા માટે દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય અને સમાધિમરણ આવશ્યક છે, તેમ બોધિ લાભ પણ અતિ આવશ્યક છે. બોધિલાભ દ્વારા એ વ્યક્ત કરવામાં આવે છે કે, દરેક ભવમાં ભગવાનનું શાસન મને પ્રાપ્ત થાઓ'
આ પુસ્તકમાં આ સૂત્રની તેર પ્રાર્થનાઓનું વિશદપૂર્ણ વિવેચન પ.પૂ. આચાર્ય ભગવંતશ્રીએ કર્યું છે. શાસ્ત્રગ્રંથોના અનેક આધાર ટાંકીને પ્રાર્થનાઓનું સુંદર વિશ્લેષણ કરવામાં આવ્યું છે, “જય વીયરાય' સૂત્ર મૂળ, ટીકા તથા તેનો અનુવાદ પ્રથમ પરિશિષ્ટમાં પ્રગટ કરી ચૈત્યવંદનનો મહિમા સમજાવ્યો છે. તેમજ વિશેષ ભાવની પ્રાપ્તિ થાય તે માટે પાછળ બે પરિશિષ્ટો આપવામાં આવ્યાં છે. જેમાં ચૈત્યવંદનથી સંબંધિત શાસ્ત્રીય પદાર્થોની વિવેચના ૨ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
“જય વીયરાય' સૂત્રનો સારી રીતે અર્થ બોધ થાય, વિવેચન દ્વારા એના પર અતિશય શ્રદ્ધા-બહુમાનાદિ જાગે એ રીતે આ સૂત્રની સાચી સમજણ અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે.
For Private and Personal Use Only