Book Title: Shrutsagar Ank 2012 03 014
Author(s): B Vijay Jain
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ વિ.સં.૨૦૬૮-ફાગણ (ભોજન કંઈ ભાદરૂપ ન બને છે ભદ્રબાહુવિજય સૌરાષ્ટ્રની શસ્યશ્યામલા ધરતીનો એક ભાગ હાલારના નામથી પ્રખ્યાત છે. ત્યાંનું એક નાનકડું ગામ સરપદડ. સરપદડ ગામમાં શામજી શેઠ પોતાની દુકાને બેઠા છે. સાંજની વળા છે. સુરજ ક્ષિતિજના ખોળે સરકી રહ્યો છે. એક આધેડ ઉંમરનો માણસ નામ હતું સામંત ચરોડા શેઠની દુકાને આવીને રસોઇ પાણી બનાવવા માટે જરૂરી સામાન માગે છે. શામજી શેઠ માણસ પારખું હતા. એમને થયું આ માણસ દૂરના કોઇ મુલકનો લાગે છે. દેખાય છે પાછો તેજસ્વી અને જસ્વી ! પૂછી લીધું : કાં બાપુ....ક્યાંથી આવવાનું થયું છે આહીં ? લાગો છો તો દૂરના ક્યાંક ને ! હા ભાઈ... દૂર ગીર મુલકથી આવ્યો છું.... તો હાલોને આપણે ઘેર. મારી જોડે જ જમજે, મને મહેમાનગતિ કરવાનો મોકો આપો... ઉપરવાળાની રહેમ નજર છે ! અતિથિને ખવડાવવા જેટલું તો એણે ખોબે ભરીને દીધું છે ! સામત. તો શેઠની વાત સાંભળીને અને પોતાપણાની લાગણી જોઇને ખુશખુશ થઇ ઊઠ્યો, બંને સાથે જ ઘેર આવ્યા, શેઠાણી પણ એટલા જ વિવેકી અને મળતાવડાં ! આંખ અને અંતરના ઉમળકાથી સામંતને સત્કાર્યા. બહુ આગ્રહ કરી જમાડયા. રાત્રે મુકામ પણ શેઠે ત્યાં જ કરાવ્યો. સવારે પાછો દૂધ-શિરામણ કરાવ્યું....જતી વખતે સામત ચરોડાએ શેઠાણીને પોતાની બહેન માની અને ક્યારેક ગીરમાં આવવાનું.....સામંતની મહેમાનગતિ માણવાનું આમંત્રણ આપ્યું, વરસો વીતી ગયા....આ વાતને ! સ્મૃતિઓની શીપમાં સંબંધનું મોતી જરૂર અકબંધ રહ્યું. ગીરની ગરવી ધરતી ઉપર એક મોટા વેપારીના દીકરાની જાન વાજતેગાજતે ધૂમધામ અને સાજશણગાર સાથે જઇ રહી હતી. મજાક મસ્તી અને રંગ-રાગનો માહોલ રચાયેલા હતા.....અને અચાનક જાણે કે ધરતીમાંથી નીકળી આવ્યા હોય તેમ બહારવટિયાઓનું એક ટોળું ત્રાટક્યું અને જાનને ઘેરી લીધી. રૂપિયા-પૈસા અને ઘરેણાં જે હાથ લાગ્યું...તે ગાંસડીઓ બાંધી બાંધીને રવાના થઈ ગયા. ઝડપથી એ જતા હતા ત્યાં સામેથી સામંત ચરોડા ચારણ આવતા દેખાયા. રામ રામ કર્યા અને કહ્યું....આજે તો માં અંબા ભવાનીની કૃપા ઊતરી છે...બહુમાલ હાથ લાગ્યો છે. ભવાનીનું દેરું બનાવશે અને બાકીનો માલ બધો વહેંચી લઇશું..વરસ સુધી લહેર કરાય એટલો દલ્લો મળ્યો છે! પણ કોને લૂંટ્યા છે તમે ? એ વેપારીની જાનને...અરે દાદા, શું ઠાઠ-ઠઠારો...ઘરેણાં.....સોનુંરૂપું તો અઢળક ! તો શું સરપદડના શામજી શેઠના દીકરાની જા હતી કે ? દાદા... નામ તો એવું કંઇફ સંભળાણું..પણ હું દાદા, તમારે કેમ કરી ઓળખાણ એની જડે ? અરે મારા દીકરાઓ તમે તો ગજબ કર્યો...કેર વર્તાવી દીધો...આ એ શેઠની કંકોતરી તો છે મારા હાથમાં....અને હું ત્યાં જ જઇ રહ્યો છું ! હવે એક કામ કર....મને તમારી આ કટારી આપો... એટલે મારા નાક-કાન કાપીને છાતીમાં કટારી ખોસી દઉં ! પણ દાદા... આવું તો વિચારવુંય અમારા માટે રિકમાં જવા બરાબર છે ! તમે તો અમારા પૂજ્ય અને આદરણીય કહેવા ! તો પછી બધો માલ જેમનો તેમ લઇને બે જણ મારા ભેળા હાલો....પાછા ! શામજી શેઠનો બધો માલ જેમનો તેમ એમને આપી દેવાનો છે....અને સામંત ચરોડા બધો માલ લઇને પહોંચ્યો. આ બાજુ શામજી શેઠ તો સાવ સૂનમૂન થઈ ગયા હતા. ચારે બાજુ સ્તબ્ધતા છવાઇ ગઇ હતી. સામત ઓળખાણ કાઢી અને કહ્યું : જુઓ તો ખરા મારા શેઠ ! શું આમ દીવેલ પીધા જેવું મોટું કરીને ઊભા છો .. મારા ભાણેજનાં લગ્ન માટે મામેરામાં શું નું શું લઇ આવ્યો છે એનો આ મામો ! લઇ લ્યો... બધા પોતપોતાનો માલ લગીરે ઓછું હોય તો કહેજો....અને બધી ગાંસડીઓ ખુલી ગઈ. શામ શેઠ અને શેઠાણી....બધા સગાવહાલા, નાતીલા....સામંત ચાંડાની જવાંમર્દી અને દિલરી ઉપર આફરીન પોકારી ઉઠયા ! શેઠાણી તો માનેલા ભાઇના ઓવારણા લેવા માંડી..... ખવડાવેલું ક્યાંયે ખાલી જતું નથી.....ભલે ને અજાણ્યા... અપરિચિત.... અતિથિને ખવડાવો ! For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20