________________
Shri Mahavir Jain Aradhana Kendra
.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફેબ્રુઆરી ૨૦૧૨
હઠીસિંહનું હેરું
* વિશંકર મ. રાવળ
ગુર્જર નરેશ મહારાજાધિરાજ કુમારપાળના સમયમાં જૈન ધર્મનો પ્રભાવ ગુજરાતમાં વિસ્તર્યો ત્યારથી જ્યારે જ્યારે ગુર્જર ધનિકોને તક મળી ત્યારે ત્યારે તેમણે પોતાના ઇષ્ટદેવનાં મહાન તીર્થધામોનાં સર્જન માટે અખૂટ દ્રવ્ય વાપરવામાં જે ઉદારતા દાખવી છે તે ઇતિહાસપ્રસિદ્ધ બની છે. કુંભારિયા, આબુ, શત્રુંજય અને રાણકપુરનાં દેવમંદિરો તેની પૂર્ણ પ્રતીતિ આપે છે.
આ પરંપરાએ અમદાવાદમાં પણ જૈન મંદિરોથી નગરને શોભા અને પ્રસિદ્ધિ મળ્યાં છે. ગુજરાતી મુસ્લિમ સુલતાનોએ અમદાવાદ વસાવ્યું એટલે તેમનાં મકાનો અને મસ્જિદ તથા મકબરા ઉત્તમ જ હોય, તેમના રાજદ્વાર જૈન શેઠિયાઓને સારું સન્માન મળતું તેનો લાભ લઈ તેમણે પણ સારામાં સારાં મંદિરો બંધાવી કીર્તિ પ્રાપ્ત કરી છે. અમદાવાદ અસલથી જૈન નગરી છે. શાહજહાંના વખતમાં ઝવેરી શાંતિદાસે બાવન જીનાલયોવાળું ચિંતામણિનું દહેરું બંધાવેલું પણ ઔરંગઝેબની સુખાગીરી વખતે તે અપવિત્ર થયું હતું અને કેટલાક સમય સુધી જૈનોની પ્રતિષ્ઠા પામેલી પ્રતિમાઓ ભોંયરામાં રાખવી પડી હતી.
આવું ઘણો કાળ ચાલ્યા પછી ઓગણસમી સદીના અધવચમાં પહેલાંના રાજ્યની અસ્થિરતા અને ભય જતાં રહ્યાં હતાં. અને ખાસ કરી અંગ્રેજી રાજ્યમાં લોકોને શાંતિ મળી. એ શાંતિમાં અમદાવાદના લોકોનો ભાંગી પડેલો વેપાર ધીમેધીમે સુધર્યો, જામ્યો અને વિસ્તર્યો એટલે જૈનોનો મંદિરો બાંધવાનો રસ પણ જાગ્રત થયો અને ઓગણીસમી સદીના મધ્યમાં શેઠ હઠીસિંહનું મોટું દેવાલય દિલ્લી દરવાજા બહાર બંધાયું. શાંતિદાસ શેઠના ચિંતામણિ મંદિરનો નાશ થયા પછી એવું મોટું મંદિર આ જ હતું. મોગલાઈ પછીની અંધાધૂંધીમાં મૂંઝાયેલા મુલકમાં બીજા કોઈ પ્રાંતમાં એ સમયે આવી ઉત્તમ કારીગરીવાળું મંદિર ભાગ્યે જ થયું હશે એમ કહેવું વધુ પડતું નહિ ગણાય.
અમદાવાદના દિલ્હી દરવાજા બહાર આવેલું આ સુંદર મંદિર જ્યાં સુધી રહેશે ત્યાં સુધી હઠીભાઈ શેઠને અમદાવાદમાં કોઇ નહિ ભૂલે. એમનો જન્મ ઓશવાળ વણિક જ્ઞાતિમાં વિ. સં. ૧૮૫૨માં થયો હતો. તેમના પિતા કેશરીસિંહ રેશમ અને કિરમજનો વેપાર કરતા. તેમણે એ સમયે જરૂર પડે એટલું ભણતર હઠીભાઈને કરાવ્યું હતું, હઠીસિંહને નાના મૂકી તે ગુજરી ગયા એટલે પેઢીનો વહીવટ એમના કાકાના દીકરા મોહકમચંદ ચલાવતાં તેમની પાસેથી હઠીસિંહે વેપારવહીવટ અને પરદેશની આડતો બાબત ખૂબ અનુભવ મેળવ્યો.
હઠીસિંહનો વેપાર ચીન અફીણ ચડાવવાનો હતો અને તેમાં ઘણીવાર મોટા સોદા પણ કરતા. હજાર બે હજાર પેટીથી ઓછો સોદો તેઓ કરતા નહિ પણ એ વખતે હમણાના કેટલાંક વેપારીઓની જેમ કોઈ સાથે દગો રમતા નહિ અને સંબંધમાં આવેલા વેપારીઓની આંટ જાળવતા. દાન આપવામાં વર્ગ કે જાતનો ભેદ રાખતા નહિ. એમની ઉદારતાને લીધે એમના મૃત્યુ પછી પણ ગરીબ લોકો તેમને સંભારતા.
શેઠ ડીમાભાઈ અને શેઠ મગનભાઈની સાથે પંચતીર્થનો સંધ લઈ તે જાત્રાને નીકળ્યા હતા પણ રસ્તામાં રોગ ચાલ્યાની ખબર મળતાં પાછા આવ્યા.
વિ. સં. ૧૯૪૧ (ઇ. ૧૮૪૮)ના મહા મહિનામાં એમણે દિલ્લી દરવાજા બહાર મોટા મંદિરનું ખાતમુહૂર્ત કર્યુ. એ મંદિર પૂરું થાય તે પહેલાં તેમનાં માતુશ્રી સુરજબાઈ માંદાં પડ્યાં. એમની આખર અવસ્થા હતી તેવામાં મુઠ્ઠીસિંહને હોઠે એક ફોલ્લી થઈ તે ઝેરી થઈ વકરી. તેમાં તેનો ચાર દિવસની માંદગીબાદ, વિ. સં. ૧૯૪૧ના શ્રાવણ સુદ ૫ ને શુક્રવારે મરણ પામ્યા. તેમના મરણ પછી એક મહિને તેમનાં માતુશ્રી સુરજબાઈ ગુજરી ગયાં. હઠીભાઈ નગરશેઠ હીમાભાઈની પુત્રી રુક્ષ્મણીને પરણ્યાં હતાં પણ તેમની આંખે અંધાપો આવ્યો એટલે હીમાભાઈની બીજી પુત્રી પ્રસન્ન સાથે લગ્ન કર્યો, પણ તે અકાળે ગુજરી ગયાં એટલે ઘોઘાના એક વણિકનાં પુત્રી હરકુંવર સાથે તેમનું ત્રીજીવાર લગ્ન થયું.
For Private and Personal Use Only
આ હ૨કોર શેઠાણીનું નામ અમદાવાદમાં આજ સુધી પ્રસિદ્ધ છે. એમનાં પગલાં થયાં પછી શેઠની સમૃદ્ધિ બહુ વધી. તે ભણેલાં, વ્યવહારદક્ષ, ચતુર અને ધર્મપ્રભાવવાળાં ગુર્જર નારીરત્ન હતાં. નામાંકિત પતિની ઇચ્છા