Book Title: Shrutsagar Ank 2012 02 013
Author(s): B Vijay Jain
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ.સં.૨૦૧૮-મહા
સાથો શ્રાવક
- વિજયભાઈ હઠીસિંગ રાગઃ ખમાજ (ઢાળ : વૈષ્ણવજન તો તેને રે કહીએ) (૧) સાચો શ્રાવક તેને રે કહીએ જે, પાપ અઢાર ના કરતો રે સહુ જીવોને સરખા ગણીને, જયણાપૂર્વક જીવતો રે..
સાચો (૨) જુઠું બોલે ના, તે જીવનમાં, અણહકનું નવ લેતો રે
બ્રહ્મચર્યમાં રહીને જીવે, પરિગ્રહ કદી નવ ધરતો રે. સાચો (૩) મનનું ધાર્યું થાય ના તોય, ક્રોધ કદી નવ કરતો રે મનની ઈચ્છા છોડી દઇને, સરળ બનીને જીવતો રે...
સાચો (૪) સ્વાર્થ સાધવા અન્યની સાથે, માયા નવ આચરતો રે રાગ દ્વેષ ને કલહ ત્યજીને, ઓછો લોભ જે કરતો રે..
સાચો (૫) કોઇ કારણે અન્યની ઉપર, આગ કદી નવ મૂકતો રે
ચાડી ચૂગલી કરે ના કોઇની, ગમો-અણગમો નવ કરતો રે.... (૬) દૃષ્ટાભાવમાં સદા રહીને, પ૨પંચાત ના પડતો રે માયા સાથે જૂઠ ઉમેરી, કોઇને નવ છેતરતો રે..
સાચો (૭) સમ્યક જ્ઞાનમાં, શ્રદ્ધા રાખી, મિથ્યાત્વમાં નવ પડતો રે અઢાર પાપથી દૂર રહીને, જીવન નિર્મળ કરતો રે....
સાચો (૮) શ્રુત સાંભળી, શ્રદ્ધા કરીને, સ્મરણથી મનન જે કરતો રે કરણી કથની સરખી કરીને, શ્રાવક સાચો બનતો રે....
સાચો (૯) નવાં નિકાચિત, કર્મ ના બાંધે, સંચિતને જે ખપાવે રે
કહે વિજય તે દિન પ્રતિદિન, મુક્તિના પંથે જાવે રે.... સાચો
સાચો
- તમને ખબર છે?
આચાર્યશ્રી કૈલાસસાગરસુરિ જ્ઞાનમંદિરના ગ્રંથાગારને કેટલા મૃતોપાસકોની શ્રુતસાધનામાં નિયમિતરૂપે સહયોગી નવાનું નાનકડું પુણ્ય સાંપડે છે?
૦ ૪૨૫ જેટલા પૂ. સાધુ-સાધ્વીજી મ. સા., ૦ ૧૩૦થી વધારે સંશોધક વિદ્વાનો, ૦ ૩૦ જેટલા સંસ્થાનો, ૦ પ00 જેટલા સામાન્ય વાચકો-વિદ્યાર્થીઓ તથા સંસ્થાની મુલાકાતે આવનારા સંખ્યાબદ્ધ મુલાકાતીઓ અને યાત્રિકો!
For Private and Personal Use Only

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20