Book Title: Shrutsagar Ank 2012 02 013
Author(s): B Vijay Jain
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૨ [ સંતાનનાં વિનયનો ' 'વાવ, ૦ રોજ સવારે ઊઠીને સહુ પ્રથમ માતા-પિતાને નતમસ્તકે પ્રણામ કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા. માતા પિતાના આશીર્વાદ જીવનનું મંગલ પાથેય છે. ૦ માતા-પિતા અન્યત્ર હોય અથવા ગેરહાજર હોય તો તેમની પ્રતિકૃતિને ભાવવંદન કરવા, પ્રતિકૃતિ પણ હાજર ન હોય તો સ્મૃતિપટ પર માતા-પિતાની છબી લાવીને ભાવવંદન કરવા. ૦ પરીક્ષા જેવા વિશિષ્ટ પ્રયોજન માટે જવાનું થાય ત્યારે માતા-પિતાના પ્રણામ સહ આશીર્વાદ સંપાદિત કરીને નીકળવું. 0 કોઈ પણ કાર્ય માટે ઘરથી બહાર જતી વખતે માતા-પિતાની રજા લઈને જવું. 0 સંયોગવશાતુ બહારથી ઘરે જવામાં નિર્ધારિત સમય કરતાં મોડું થવાની શક્યતા જણાય તો ઘરે માતા-પિતાને જાણ કરી દેવી જેથી તેમને ચિંતા ન થાય, ૦ માતા-પિતાને જુદું પ્રયોજન જણાવીને, અન્ય બીજ જ કોઈ પ્રયોજન માટે બહાર જવું - આવી માતા-પિતાની ઠગાઈ ક્યારેય ન કરવી. માતા-પિતા પાસે તો હંમેશા સંપૂર્ણ પ્રામાણિક રહેવું. ૦ માતા-પિતા કોઈપણ કાર્ય સોંપે તો તેનો ઈ-કાર ન કરવો. કારણવશાતુ, તે કાર્ય થઈ શકે તેવું ન હોય તો ખૂબ - વિનયપૂર્વક કારણ જણાવવું. સ્પષ્ટ ના ન કહેવી. ૦ અનુકુળતા મુજબ માતા-પિતાને તેમના કાર્યમાં મદદ ફરવી. પાણી ભરવું, દૂધ લાવવું, પથારી પાથરવી, પથારી ઉપાડવી, શાક સમારવું, કપડાં ઘડી કરવા વગેરે નાનાં-મોટાં કાર્યમાં ઉમળકાથી સહયોગ આપવો. છે માતા-પિતા દ્વારા પોતાની કોઈ અનુકૂળતા ન સચવાઈ હોય કે જરૂરિયાત ન સચવાઈ હોય તેવા પ્રસંગોમાં તેમના સંયોગોનો વિચાર કરવો. તરત અને ઉગ્ર પ્રતિક્રિયા ન આપવી. ૦ જે બાબતો પ્રત્યે માતા-પિતાને અણગમો હોય તે બાબતો ખાસ ધ્યાન રાખીને ટાળવી. જેમ કે - કપડાં કે પગરખાં અસ્તવ્યસ્ત મુકવાથી મમ્મી કે પપ્પાને અણગમો થતો હોય તો તે બાબતમાં વિશેષ કાળજી રાખવી. ૦ માતા-પિતાની પ્રસન્નતા વધે તે રીતે વર્તન કરવું. ૦ માતા-પિતા ધાર્મિક-સાંસ્કારિક-સાત્ત્વિક જીવનમૂલ્યોનું જે શિક્ષણ આપે તેને સહર્ષ ગ્રહણ કરવું અને જીવનમાં - ઉતારવું. ૦ માતા-પિતા સામે ક્યારેય ઉદ્ધત વર્તન ન કરવું, સામે ન બોલવું. ૦ અન્ય વ્યક્તિઓની હાજરીમાં તો માતા-પિતાનું ખરાબ દેખાય તેવું વર્તન ન જ કરવું. ૦ કોઈ પણ બાબતની ક્યારેય જીદ ન કરવી. ૦ ક્રોધ આમ પણ ન કરાય. માતા-પિતા પ્રત્યે તો ક્યારેય ક્રોધ ન કરવો. ૦ માતા કે પિતા બીમાર હોય ત્યારે બીજાં બધાં કાર્ય ગૌણ કરીને તેમની ચાકરી કરવી. તેમની બાજુમાં બેસવું. ૦ રોજ માતા-પિતાના પગ-માથું દબાવવા. ૦ રોજ ઓછામાં ઓછો અડધો કલાક માતા-પિતા સાથે બેસવું. તેમની સાથે અલક-મલકની વાતો કરવી. ૦ માતા-પિતાની નિંદા ક્યારેય કરવી નહિ, સાંભળવી પણ નહીં, ૦ માતા-પિતાની સાથે યાત્રા-પ્રવાસ આદિમાં જવામાં ક્યારેય શરમનો અનુભવ ન કરવો, ગૌરવ અનુભવવું. ૦ જીવનસાથીની પસંદગી વખતે તેની પ્રકૃતિ, રુચિ, અભિગમ, રહેણી-કરણી વગેરે બાબતો માતા-પિતા સાથે તાલમેલ જળવાય તેવા હોવા જોઈએ. તે બાબત પણ લક્ષ્યમાં લેવી. ૦ પત્ની અને માતા વચ્ચે વિસંવાદ વિખવાદ થાય ત્યારે પત્નીનો પક્ષ લઈ માતાને ઉતારી ન પાડવા, સાચા ખોટાની કડાકૂટ છોડી કર્તવ્યબદ્ધ બનવા અને ઔચિત્ય જાળવવા પત્નીને પણ સમજાવવી ૦ પોતાના સંસ્કારો, વિનય, હોંશિયારી આદિ માટે જ્યારે કોઈના દ્વારા પ્રશંસા થાય ત્યારે તે વખતે તે બાબતનો યશ માતા-પિતાને ચરણે ધરી દેવો. “આ બધો મારાં માતા-પિતાનો ઉપકારે છે. એમ કહી માતા-પિતાને For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20