________________
:: ૪૯0 :: ૧૩૩૯૮ જાત વર્ણ, વંશ, કુળ, પિંડ, યોનિ-મનુષ્ય, પશુ, પંખી, લિંગ, ફિરકો વગેરે ૧૩૩૯૯ દૃશ્ય દેખાય છે, જોઈ શકાય છે ૧૩૪00 અમુક દેશે અમુક અંશે-
વિભાગે ૧૩૪૦૧ યથાપ્રવૃત્તિકરણ જીવના અમુક પ્રકારના પરિણામવિશેષ તે કરણ. પર્વતથી નીકળેલી નદીનાં
વહેણથી તણાતા પથ્થરના ગોળ થવાના ન્યાયે અનાયાસે આત્માને થતા અધ્યવસાય વિશેષથી આયુષ્ય કર્મ સિવાયના ૭ કર્મની સ્થિતિ ૧ ક્રોડાકોડ
સાગરોપમથી કંઇક ઓછી થતા ગ્રંથિના સ્થાન સુધી આવે તે અધ્યવસાય ૧૩૪૦૨ અનિવૃત્તિકરણ નિવૃત્તિ એટલે અધ્યવસાયોની વ્યાવૃત્તિ અર્થાત ફેરફારી જેમાં નથી એવા કરણ
એટલે આત્મપરિણામવાળું ૯મું ગુણસ્થાન ૧૩૪૦૩ અપૂર્વકરણ પૂર્વે નહીંપ્રાપ્ત થયેલ અતિ વિશુદ્ધ પરિણામ જે ગુણસ્થાને જીવને પ્રાપ્ત થાય તે,
(૮મું). અપૂર્વ એટલે પૂર્વે નહીં પ્રાપ્ત થયેલી અને દુર્લભ એવી સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ અને અપૂર્વ સ્થિતિબંધ એ પ ક્રિયાઓ પ્રવર્તે તે
ગુણસ્થાન (આઠમું) ૧૩૪૦૪ યુજનકરણ પ્રકૃતિને યોજવી તે ૧૩૪૦૫ ગુણકરણ ગુણનાં સાધન; આત્માના ગુણ જે જ્ઞાનથી દર્શન, દર્શનથી ચારિત્ર પૃ.૦૫૫ ૧૩૪૦૬ બંધ
મિથ્યાત્વાદિ બંધના હેતુઓ વડે કાશ્મણ વર્ગણાના પુલોનો આત્માની સાથે
ક્ષીરનીરવતુ કે લોહ-અગ્નિવતુ પરસ્પર સંબંધ થવો તે ૧૩૪૦૭ ઉદય અપર્વતનાદિ કરણવિશેષથી અથવા સ્વાભાવિક સ્થિતિ પરિપક્વ થયે ઉદયમાં
આવેલા કર્મપુગલોનાં ફળને ભોગવવા તે ઉદય ૧૩૪૦૮ ઉદીરણા ઉદયાવલિકા ઉપરની સ્થિતિમાં રહેલા અર્થાત જે ઉદયમાં આવ્યા નથી તેવા કર્મ
પુદ્ગલોને જીવના સામર્થ્યવિશેષથી ઉદયાવલિકામાં પ્રવેશ કરાવી ભોગવવા તે. ૧૩૪૦૯ સંક્રમણ પૂર્વે બાંધેલાં કર્મને સજાતીય અન્ય કર્મરૂપે કરવાં જીવનમાં પ્રવર્તમાન વીર્ય
વિશેષ વડે) ૧૩૪૧૦ સત્તા બંધ કે સંક્રમથી જે સ્વરૂપે જે કર્મ થયેલ છે તે જ કર્મનો સંક્રમણ કે નિર્જરાથી
સ્વરૂપાંતર કે ક્ષય થયો નથી ત્યાં સુધી જે સદ્ભાવ કે અસ્તિત્વ છે તે ૧૩૪૧૧ ક્ષયભાવ ક્ષય કરવાના ભાવ ૧૩૪૧૨ જીવકોટિના સામાન્ય જીવના પ્રકારના, બહિરાત્માના ૧૩૪૧૩ ઇશ્વરકોટિના પરમાત્માની કોટિના-પ્રકારના, શુદ્ધ સ્વભાવને પ્રાપ્ત હોય તેવા પ્રકારના ૧૩૪૧૩A “ધારણા' મતિજ્ઞાનના ૪ ભેદ – અવગ્રહ, ઈહા, અવાય ને ધારણા. ધારણા એટલે
નિર્ણત કરેલી વસ્તુને લાંબા સમય સુધી યાદ રાખવી તે, ૩ ભેદઃ ૧. અવિસ્મૃતિ યથાયોગ્ય કાળ સુધી ઉપયોગ રાખવો ૨. વાસનાઃ સ્મૃતિ ઉત્પન્ન કરવામાં કારણરૂપ સંસ્કાર
૩. તત્ત્વરૂપ પદાર્થનું કાલાંતરે તે જ’ એમ યાદ આવવું ૧૩૪૧૪ અસંજ્ઞીપણું મન ન હોય તેવા અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ ૧૩૪૧૫ ગણિતાનુયોગ દ્રવ્યાનુયોગ-ચરણાનુયોગથી ગણતરીનું પ્રમાણ, લોકને વિષે રહેલા પદાર્થ, ભાવો,
ક્ષેત્ર, કાળાદિની ગણતરીના પ્રમાણની વાત
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org