Book Title: Shrimad Rajchandra
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 4
________________ સમકાલીન જૈન વિભૂતિ મુક્તિના ઉપાય છે. તે જૈનધર્મના તત્ત્વજ્ઞાનને વિસ્તીર્ણ રીતે વર્ણવે છે અને જૈનધર્મનો અનેકાંતવાદ અન્ય ભારતીય દર્શનને કેવી રીતે સમાવી લે છે તે બતાવે છે. ‘અપૂર્વ-અવસર’ એ એમનું અતિ મહત્ત્વનું કાવ્ય છે. એ દૈવી કાવ્યમાં અંતિમ મુક્તિ માટેની આધ્યાત્મિક પ્રગતિના ૧૪ ક્રમશ: પગથિયાં વર્ણવ્યાં છે. અપૂર્વ-અવસર કાવ્યને મહાત્મા ગાંધીજીના ગાંધી આશ્રમની પ્રાર્થનાની આશ્રમ ભજનાવલી ચોપડીમાં સમાવી લેવામાં આવ્યું છે. શ્રીમદ્દનું સંપૂર્ણ સાહિત્ય ૩૫ થી વધુ કાવ્યો તથા તેમના પરિચયમાં આવેલા મહાનુભાવોને લખેલા લગભગ ૯૫૦ પત્રોમાં સમાયેલું છે, જે ‘શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત' નામે ઓળખાય છે. તેમના લખાણમાં ઊંચી કક્ષાની આધ્યાત્મિકતા જોવા મળે છે. કોઈ તેમના સાહિત્યમાં ઊંડા ઉતરીને જુએ તો જણાશે કે એમનું લખાણ આત્મસાક્ષાત્કાર દ્વારા મુક્તિનું ઉત્તમ સંભાષણ છે. મહાત્મા ગાંધી શ્રીમદ્ રાજચન્દ્રના દૈવી ગુણોથી ભરેલા જીવનથી ખૂબ પ્રભાવિત હતા. તેમણે શ્રીમદ્ રાજચન્દ્રને પૂરા માન અને આદર સાથે પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક માન્યા હતા. જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે ત્યાંના તેમના ખ્રિસ્તી તથા મુસ્લિમ મિત્રોએ તેમના ધર્મને અપનાવવા ખૂબ દબાણ કર્યું હતું. તેમણે માર્ગદર્શન માંગતો શ્રીમદ્રને પત્ર લખ્યો. શ્રીમદ રાજચન્દ્ર તેમને પોતાનો હિંદુ ધર્મ જ આધ્યાત્મિક પ્રગતિમાં મદદરૂપ રહેશે તે સમજાવ્યું. ગાંધીજીએ ખૂબ જ આદરપૂર્વક શ્રીમદ્ વિશે પોતાની આત્મકથામાં લખ્યું છે, અને ઘણે પ્રસંગે તેમનો મહિમા વધારતી અંજલિ આપી છે, અને વારંવાર કહ્યું છે કે દયા અને અહિંસા વિશે એમને શ્રીમદ્ પાસેથી જ શીખવા મળ્યું છે. ગાંધીજીના જીવન પર શ્રીમદ્રનું આધ્યાત્મિક જીવન અને તેમના આધ્યાત્મિક લખાણે ટોલસ્ટોય અને રસ્કીન કરતાં વધુ અસર કરી છે. આધ્યાત્મિક વિકાસ – શ્રીમદ્ રાજચન્દ્રના જીવનમાં તેમના કોઈ આધ્યાત્મિક ગુરુ ન હતા. સાત વર્ષની ઉંમરે જયારે તેઓને પોતાની પાછલી જિંદગીના ભવ યાદ આવી ગયા ત્યારે ભગવાન મહાવીરસ્વામી સાથેનો તેમનો સમાગમ તેમને સ્પષ્ટ યાદ આવ્યો. ઈ. સ. ૧૮૯૧ માં (વિ. સં. ૧૯૪૭) ૨૩ વર્ષની ઉંમરે શ્રીમદ્રને સમ્યગુ દર્શન એટલે કે સાચી શ્રદ્ધા અથવા સહજ જ્ઞાનનો અનુભવ થયો. પોતાની પ્રગતિ સાધવા માટે ધીમે ધીમે દુન્યવી દુનિયાથી દૂર થઈ ધર્મગ્રંથોનો ઊંડો અભ્યાસ કરતા, સગુણો કેળવતા, દુનિયાના સુખોને ઓછા કરતા અને લાંબા સમય સુધી ધ્યાનમાં જ રહેતા. મહિનાઓ સુધી મુંબઈથી દૂર એકાંત જગ્યામાં જઈને રહેતા. શરૂઆતમાં પોતાના માર્ગમાં ઘણી મુસીબતો આવતી કારણ કે ઘર તથા ધંધા તરફની કેટલીક જવાબદારીઓ હજુ ઊભી હતી. ઈ. સ. ૧૮૯૬ માં (વિ. સં. ૧૯૫૨) તેઓ ઉત્તરસંડાના જંગલોમાં, ઈડર અને કાવીઠામાં ઘણાં મહિનાઓ સુધી એકાંતમાં રહેતા. અને એક ટંક ભોજન જમતા, ખૂબ જ થોડી ઊંઘ લેતા. તેઓ તેમનો સમય ઊંડા ધ્યાનમાં પસાર કરતા. ૨૮ વર્ષની ઉંમરે તેઓને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું. તેઓ ધંધામાંથી ૩૧ વર્ષની ઉંમરે ઈ. સ. ૧૮૯૯ માં (વિ. સં. ૧૯૫૫ માં) સંપૂર્ણ નિવૃત્ત થઈ ગયા. માતા પાસે સંસારને કાયમ માટે છોડીને સાધુ થવાની આજ્ઞા માંગી પણ પ્રેમ અને લાગણીને લીધે માએ ના પાડી. બે વર્ષ સુધી માને ઘણું દબાણ કર્યું અને તેમને આશા હતી કે મા સાધુ થવાની પરવાનગી આપશે પણ એ સમય દરમિયાન તેમની તબિયત બગડતી જતી હતી અને તે વધુને વધુ બગડતી ગઈ. ઈ. સ. ૧૯૦૧ માં ચૈત્ર વદ ૫ સં. ૧૯૫૭ માં ૩૩ વર્ષની નાની ઉંમરે રાજકોટમાં એમનું અવસાન થયું. ' 140 જૈન કથા સંગ્રહ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8