Book Title: Shrimad Rajchandra
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 1
________________ શ્રીમદ્ રાજચંદ્ર 3૫. શ્રીમદ્ રાજચંદ્ર (ઈ. સ. ૧૮૬૯ – ૧૯૦૧ ) શ્રીમદ્ રાજચંદ્ર મહાન દ્રષ્ટા અને આધુનિક યુગના એક સુપ્રસિધ્ધ સંત હતા. તેઓએ જૈન તત્ત્વજ્ઞાન તથા સાહિત્યમાં અમૂલ્ય ફાળો આપ્યો હતો. તેઓ મહાન તત્ત્વવેત્તા, ઝળહળતા કવિ, સમાજ સુધારક, વિચારક અને આત્મસાક્ષાત્કાર કરનાર સંત હતા. મહાત્મા ગાંધીજી શ્રીમના આધ્યાત્મિક જીવનથી ખૂબ જ પ્રભાવિત હતા. શ્રીમદ્રનું લખાણ તેમના આત્મ અનુભવનો સાર હતો. અત્યારે પણ આધ્યાત્મિક જાગૃતિ અને આત્મ સાક્ષાત્કારની શોધમાં ઘણાં જૈન અને હિંદુ સાધકો તેમના ઉપદેશને અનુસરે છે. જન્મ અને બાળપણ - શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ નવેમ્બર ૧૦, ૧૮૬૭ એટલે કે વિક્રમ સંવત ૧૯૨૪ ના કારતક મહિનાની પવિત્ર પૂનમ (દેવ-દિવાળી)ને દિવસે ગુજરાતમાં આવેલા મોરબી જીલ્લાના વવાણીયા ગામમાં થયો હતો. તેમના પિતા રવજીભાઈ અને માતા દેવબા હતાં. જન્મનું તેમનું નામ લક્ષ્મીનંદન હતું પણ ચાર વર્ષ પછી તેમનું નામ બદલીને રાયચંદ રાખ્યું. પાછળથી તેઓ રાજચંદ્રના નામથી જાણીતા બન્યા. રાજચંદ્રના પિતા તથા દાદા વૈષ્ણવ (હિંદુ) ધર્મ પાળતા હતા. તેઓ ભગવાન કૃષ્ણના ભક્ત હતા. તેમના માતા દેવબા જૈન કટુંબના હતા. આમ બાળક રાજચંદ્ર જૈન અને હિંદુ એમ બેવડા સંસ્કારથી મોટા થયા. બાળવયમાં રાજચંદ્રને જાતજાતના પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ હતો. એક વખત તેમણે જૈન પ્રતિક્રમણ સૂત્ર વાંચ્યું. તેમાં વર્ણવવામાં આવેલી પ્રાણીમાત્ર પ્રત્યેની કરુણાની ભાવના તથા રોજની પ્રતિક્રમણની ક્રિયા દરમિયાન તેમ જ પર્યુષણ દરમિયાન ખરા હૃદયની ક્ષમાની ભાવનાની વાતો તેમને બહુ અસર કરી ગઈ. જૈનધર્મ આત્મજ્ઞાન, સંયમ, પરમશાંતિ, ત્યાગ કરવો, દુનિયાના સુખોથી દૂર રહેવું તથા ધ્યાન કરવું એવી ક્રિયાઓ પર ભાર મૂકે છે. તેથી તેમની જૈનધર્મ પ્રત્યેની શ્રદ્ધા વધી ગઈ. પૂર્ણ સત્યની શોધમાં જૈનધર્મનું તત્ત્વજ્ઞાન તથા સંસ્કાર જ અંતિમ સત્ય તથા પરમ શાંતિ અપાવશે એમ શ્રીમને સમજાઈ ગયું. સાત વર્ષની ઉંમરે એવો બનાવ બન્યો કે એમનું જીવન આખું બદલાઈ ગયું. એક પ્રૌઢ અંગત પરિચયવાળા ભાઈ શ્રી અમીચંદભાઈ સાપ કરડવાથી અવસાન પામ્યા. બાળક રાજચંદ્રએ પોતાના દાદાને પૂછ્યું, “મરી જવું એટલે શું?” તેના વ્હાલા દાદાએ સમજાવ્યું, તેમનો આત્મા તેમનું શરીર છોડી ચાલ્યો ગયો. હવે તે ખાઈ શકે નહિ કે હાલી ચાલી પણ ન શકે. તેમના શરીરને ગામ બહાર લઈ જઈને બાળી મૂકવામાં આવશે.” રાજચંદ્ર ચૂપચાપ સ્મશાને પહોંચ્યા અને મૃત શરીરને બળતું જોયું. તેઓ ઊંડા ચિંતનમાં પડી ગયા. અચાનક જાણે મન પરના પડળો ખસી ગયા અને પાછલા જન્મના ભવો યાદ આવવા લાગ્યા. એક જીવનથી બીજા જીવનના જન્મ મરણના ફેરાનો તેમને સાક્ષાત્કાર થયો. આ બનાવ તેમની આધ્યાત્મિક જાગૃતિનું નિમિત્ત બન્યો અને તેમણે કર્મના બંધન તથા દુઃખ અને ભવબંધનના ફેરામાંથી જીવનને મુક્ત કરવાનું નક્કી કર્યું. સાત વર્ષની ઉંમરે તેઓ નિશાળે ગયા. જોયેલું, સાંભળેલું કે વાંચેલું અક્ષરશઃ યાદ રાખવાની તેમની આગવી શક્તિના બળે શાળાનો સાત વર્ષનો અભ્યાસ લગભગ બે વર્ષમાં પૂરો કર્યો. ગામની શાળામાં તો સાત ધોરણ સુધીનો જ અભ્યાસ કરાવવામાં આવતો હોવાથી તેમના શાળાકીય શિક્ષણનો અંત આવ્યો. પણ તેમણે પોતાની જાતે ચોપડીઓ વાંચીને શીખવાનું ચાલુ રાખ્યું. પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને તેમણે તેમના પિતાનો ધંધો પ્રમાણિકતા અને નિષ્ઠાથી કરવા માંડ્યો. એમણે આઠ વર્ષની ઉંમરે પ્રથમ જૈન કથા સંગ્રહ ( 137

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8