Book Title: Shrimad Rajchandra
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 3
________________ શ્રીમદ્ રાજચંદ્ર શ્રીમદ્ રાજચંદ્રનું સાહિત્ય - તેમના શરૂઆતના વર્ષોમાં શ્રીમદે કાવ્યો લખ્યાં અને સામાજિક સુધારણા માટે લેખો લખ્યાં, જેનાથી દેશપ્રેમ જાગૃત થાય. તેમણે ૧૪ વર્ષની ઉંમરે સંસ્કૃત અને પ્રાકૃત ભાષા શીખી લીધી હતી અને પિતાની દુકાનમાં કામ કરતાં કરતાં જૈન આગમ અને અન્ય ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. ૧૬ વર્ષની ઉંમરે એમણે “મોક્ષમાળા’ લખી અને એનો જ સંક્ષિપ્ત ગ્રંથ 'ભાવના-બોધ' લખ્યો. જેનો સાહિત્યિક અર્થ ‘મુક્તિનો હાર’ એવો થાય. તેના નામ પ્રમાણે જ એ મુક્તિના માર્ગે જવાની સમજ આપે છે. તે સાદી સરળ ભાષામાં લખાયેલ છે પણ જૈનધર્મની સંપૂર્ણ માહિતી આપે છે. તેમણે માત્ર ત્રણ દિવસમાં જ તેના ૧૦૮ પાઠની રચના કરી હતી. અમદાવાદ પાસેના નડિયાદમાં તેઓ નિવૃત્તિ અર્થે રોકાયા હતા ત્યારે તેઓએ સ. ૧૯૫ર ના આસો વદ-૧ ના રોજ સાંજના સમયે Rા ie શ્રી આત્મસિધ્ધિનું અવતરણ ગુસ્વાર સં. ૧૯૫ર નડિયાદ આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરતા શ્રીમદ રાજચંદ્ર - ચિત્રમાં ડાબેથી શ્રી લઘુરાજસ્વામી, શ્રી સોભામભાઈ અને શ્રી અંબાલાલભાઈ હાથમાં ફાનસ સાથે) ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર' જેવા શાસ્ત્રશિરોમણિ મહાકાવ્યની રચના કરી હતી. એક પવિત્ર સાંજે ફક્ત ૯૦ મિનિટમાં તેમણે આત્મસિદ્ધિ શાસ્ત્રના ૧૪૨ શ્લોકની રચના એકી બેઠક કરી હતી. શ્રીમદે આવું વિસ્તીર્ણ છતાં બધું જ સમાવી લેવાય તેવું કામ ટૂંકા સમયમાં કર્યું તે જ તેમની આધ્યાત્મિક શક્તિનો પરચો આપે છે. આત્મસિદ્ધિ શાસ્ત્રનો વિષય આત્માના છ શાસ્ત્રીય લક્ષણો છે – આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મોનો કર્તા છે, આત્મા કર્મોનો ભોક્તા છે, આત્માની કર્મથી મુક્તિ છે અને કર્મોથી આત્માની જૈન કથા સંગ્રહ ( 139

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8