Book Title: Shrimad Rajchandra Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee View full book textPage 8
________________ સમકાલીન જૈન વિભૂતિ શ્રીમદ્ રાજચંદ્રનું પોતાના અંગત સત્સંગી પ્રત્યે લખેલું લખાણ તથા વ્યક્તિગત ટિપ્પણીમાં જૈનધર્મનું સત્ત્વ જોવા મળે છે. પત્ર, નિબંધ અને કાવ્યો તથા મોક્ષમાળા, આત્મસિદ્ધિ શાસ્ત્ર, અપૂર્વ અવસર અને બીજા ઘણાં આધ્યાત્મિક લખાણો તેમની અમૂલ્ય ભેટ છે. ટૂંકમાં 33 વર્ષની ઉંમર દરમિયાન તેમણે શાશ્વતનો મહિમા સમજાવતો આધ્યાત્મિક સંદેશ આપ્યો. ભગવાન મહાવીરના ઉપદેશને સરળ વાણીમાં સમજાવ્યો. તેમનો આ ઉપદેશ સામાન્ય માનવી સહેલાઈથી મેળવી શકે છે. આપણને સાચા આત્મસાક્ષાત્કાર પામેલા માનવીને સમજવાની અદ્વિતીય તક તેમના લખાણો દ્વારા પ્રાપ્ત થઈ છે. 144 જૈન કથા સંગ્રહPage Navigation
1 ... 6 7 8