Book Title: Shrimad Laghurajswamiji
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 4
________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો ચોમાસુ મુંબઈમાં કરવાનું નક્કી થયું. શ્રી લલ્લુજી શ્રીમદ્દ્ની પેઢી પર સત્સંગ અને બોધ માટે વારંવાર જતા, શ્રીમદ્દે પણ શ્રી લલ્લુજીને ‘સુયગડાંગ’ની અમુક ગાથાઓ ક્રમથી સમજાવી અને છેવટે બોલાવીને ગ્રંથના પહેલા પાના પર લખી આપ્યું : “ૐ આતમભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન રે." . શ્રી લલ્લુજીએ પણ આત્મભાવનામાં લીન રહેવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે શ્રીમદે કહ્યું કે બોધની જરૂર છે અને પછી પોતે મૌન રહ્યા. આના પરથી શ્રી લલ્લુજીને મૌનની અગત્ય સમજાઈ. આ પ્રસંગનો તેમના જીવન પર એટલો બધો પ્રભાવ પડ્યો કે ત્યાર પછીના લગભગ ત્રણ વર્ષના ગાળામાં પોતે મૌન રહ્યા. માત્ર મુનિઓ સાથે બોધની અને વાર્તાની છૂટ રાખી હતી. આ સમય દરમ્યાન તેમણે સમાધિ-શતકનું અધ્યયન કર્યું. એનાથી પોતાને વિશેષ શાંતિનો અનુભવ થયો હતો તેવું તેમણે અનેક વાર જણાવેલું. વિ. સં. ૧૯૫૦ અને ૧૯૫૧ એમ બે ચાતુર્માસ સુરતમાં થયા. આ સમય દરમ્યાન વેદાંતના ગ્રંથોનો અભ્યાસ થયો. પછી સુરતમાં દસ-બાર માસ તાવની માંદગી રહી અને દેહ છૂટી જશે તેવી ચિંતા થવા લાગી. પરંતુ શ્રીમદે જણાવ્યું કે દેહ છૂટવાનો ભ્રમ રાખવો કર્નાવ્યુ નથી. અહીં શ્રીમદે તેમના પર છ પદનો પત્ર લખી મોકલ્યો, જેની તેમના પર અદ્ભુત અસર પડી અને તે જીવનભર રહી. ચરોતરમાં ચાતુર્માસ : વિ. સં. ૧૯૫૨ નો ચાતુર્માસ ખંભાત મુકામે થયો. વિ. સં. ૧૯૪૯ માં મુંબઈ પધાર્યા તે પહેલાં ગુરુદેવ શ્રી હરખચંદજી મહારાજ કાળ કરી ગયા હતા. શ્રી લલ્લુજી સ્વામી ગૃહસ્થને (શ્રીમદ્દ્ન) ગુરુ માને છે અને પહેલાં એકાંતરા ઉપવાસ કરતા તે બંધ કર્યા છે એવી વાત સાધુઓ અને શ્રાવકમંડળમાં પ્રસિદ્ધિ પામી. તેથી તેમના પ્રત્યે જનસમૂહનો પ્રેમ ઘટી ગયો તેની દરકાર કર્યા વિના શ્રી લલ્લુજી તો ગુરુભક્તિમાં લીન રહેતા. શ્રીમદ્ રાજચંદ્ર પર્યુષણ પર્વ પર નિવૃત્તિ લઈને ચરોતર પ્રદેશના કાવિઠા, રાળજ વગેરે સ્થળે થઈ વડવા (ખંભાત પાસે) પધાર્યા. શ્રી લલ્લુજી સાથે બીજા પાંચ મુનિઓ પણ દર્શન સમાગમ અર્થે ત્યાં પધાર્યા હતા. એકાંતમાં બધા મુનિ શ્રીમદ્ન નમસ્કાર કરી બેઠા. શ્રી લલ્લુજીની વિરહવેદના અસહ્ય થઈ પડી હતી અને મુનિવેશ નડતરરૂપ લાગતો હતો. તેમણે આવેશમાં આવી જઈ શ્રીમદ્ન જણાવ્યું. ‘‘હે નાથ ! આપનાં ચરણકમળમાં મને નિશદિન રાખો. આ મુહપત્તી મારે જોઈતી નથી.” એમ કહી મુહુપત્તી શ્રીમદ્ આગળ નાખી, “મારાથી સમાગમનો વિયોગ સહન થઈ શકતો નથી,'' એમ બોલતાં બોલતાં તેમની આંખમાંથી અશ્રુધારી વહેવા લાગી. તે જોઈ પરમ કૃપાળુ દેવની આંખમાંથી પણ અશ્રુધારા વહેવા લાગી. થોડો વખત મૌન રહી શ્રીમદ દેવકરણજીને કહ્યું, “મુનિશ્રીને આ મુહુપત્તી આપો અને હમણાં રાખો.’ વડવામાં મુનિઓને છ દિવસ એકાંત સમાગમ-બોધનો લાભ મળ્યો. વડવાથી શ્રીમદજી નડિયાદ પધાર્યા. ત્યાં “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર” રચ્યું. પ્રથમ તેની ચાર નકલ કરાવી, એક શ્રી લલ્લુજી સ્વામી ઉપર સ્વાધ્યાય માટે મોકલી. શ્રી લલ્લુજી વનમાં એકલા જઈ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર”નો સ્વાધ્યાય કરતા. તે વખતની વાત For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7