Book Title: Shrimad Laghurajswamiji Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 7
________________ શ્રીમદ્ લઘુરાજસ્વામી 31 આવવા લાગ્યા. તેમનો સૌ જીવો પ્રત્યેનો નિર્ભેળ પ્રેમ જોઈ લોકો તેમને ભક્તિભાવથી નમી પડતા અને ત્યાં રહી આત્મકલ્યાણની સાથે સાથે આશ્રમમાં પણ વિવિધ સેવાઓ આપતા. વિ. સં. 1977 માં બાંધારી ગામના શ્રી ગોવર્ધનદાસ કાળિદાસ પટેલ પ્રભુશ્રીના દર્શન અર્થે આવ્યા ત્યારે પ્રભુશ્રી “મૂળ-મારગ'નું પદ બોલી રહ્યા હતા. પ્રથમ દર્શને જ ગોવર્ધનદાસને અપૂર્વ પ્રેમ આવ્યો અને આવા સંતની સેવાનો લાભ મળે તો જીવન ધન્ય બને તેવી ભાવના જાગી. મોટા ભાઈની સંમતિ મળતાં યોગ્ય અવસરે ગોવર્ધનદાસજીએ પ્રભુશ્રીને પોતાનું જીવન સમર્પણ કર્યું અને પ્રભુશ્રીએ તેમને મંત્રદીક્ષા અને બ્રહ્મચર્ય વ્રત આપી લાભાન્વિત કર્યા. બ્રહ્મચારીજી ઉપરાંત શ્રી રાવજીભાઈ દેસાઈ, શ્રી સોભાગભાઈ, શ્રી પ્રેમચંદ કોઠારી, શ્રી હીરાલાલ ઝવેરી, શ્રી જેસિંગભાઈ ઉજમશી, શ્રી નાહટાજી, શ્રી માણેકજી શેઠ વગેરે અનેક મુમુક્ષુઓને પ્રભુશ્રીના ઘનિષ્ઠ સમાગમથી ભકિતનો અને સન્માર્ગનો રંગ લાગ્યો. આમ શ્રી લઘુરાજ સ્વામીના યોગબળથી ક્રમે ક્રમે ભક્તોની શ્રીમદ્ પ્રત્યેની ભક્તિ વધતી ગઈ અને યથા અવસરે આશ્રમમાં શ્રીમની પ્રતિમાવાળું ગુરુમંદિર, બને આમ્નાયની પ્રતિમાઓવાળું શિખરબંધ જિનમંદિર અને સ્વાધ્યાય હોલ વગેરે આકાર પામ્યાં. આજે તો અગાસ એક મોટા તીર્થધામ જેવું બની ગયું છે. અહીંથી પરમશ્રત પ્રભાવક મંડળનાં તથા બીજાં પણ અનેક ઉત્તમ પ્રકાશનો થાય છે. ઉત્તરાવસ્થા અને સમાધિમરણ : વિ. સં. 1981 થી 1991 સુધીનાં અગિયાર ચોમાસાં અગાસમાં જ થયાં. વિ. સં. ૧૯૯૨ના મહા સુદી 15 થી પ્રભુશ્રીની તબિયત નરમ થઈ, તબીબી સલાહ મુજબ સંપૂર્ણ આરામ લેવાનું નકકી થયું. દર્શન, બોધ, સમાગમ સર્વ લાભ બંધ થયો. પાછળથી દિવસમાં એક વાર દર્શન કરવા માત્રની છૂટ રાખી. વિ. સં. ૧૯૯૨ના રૌત્ર વદ પાંચમના પવિત્ર દિને બ્રહ્મચારીજીની ઉત્તરાધિકારી તરીકે ઘોષણા થઈ. વિ. સં. ૧૯૯૨ના વૈશાખ સુદ આઠમના રોજ નિત્ય નિયમાનુસાર સાંજનું દેવવંદન કરી અંતેવાસીઓને “અપૂર્વ અવસર’ બોલવા સૂચવ્યું. કૃપાળુ દેવનું તે ભાવનાસિદ્ધ પદ પૂર્ણ થતાં રાત્રિના 8-10 વાગે 82 વર્ષની વયે એ મહાપુરુષનો પવિત્ર આત્મા નાશવંત દેહનો ત્યાગ કરી પરમપદ પ્રત્યે પ્રયાણ કરી ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7