Book Title: Shrimad Laghurajswamiji Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 5
________________ શ્રીમદ્ લઘુરાજસ્વામી ૨૯ કરતાં તેમણે જણાવ્યું હતું કે તે વાંચતાં અને કોઈ કોઈ ગાથા બોલતાં મારા આત્મામાં આનંદના ઉભરા આવતા. એક એક પદમાં અપૂર્વી માહાસ્ય છે એમ મને લાગ્યા કરતું. “આત્મસિદ્ધિનું મનન–સ્વાધ્યાય નિરંતર રહ્યા કરી આત્મોલ્લાસ થતો.” વિ. સં. ૧૯૫૪ માં વસો ચાતુર્માસમાં કૃપાળુદેવનો એક માસ સુધી સતત સત્સંગનો લાભ શ્રી લલ્લુજી સ્વામીને પ્રાપ્ત થયો. આ બોધે દૃષ્ટિ રાગ પલટાવી આત્મષ્ટિ કરાવી. ચાતુર્માસ પૂરો કરી સાતે મુનિઓ નડિયાદ એકત્ર થયા હતા. - ઈડરમાં શ્રીમદુનો બોધ : ઈડર તીર્થક્ષેત્રે શ્રીમદ વિ. સં. ૧૯૫૫ ના માગશર માસમાં સાતે મુનિઓને ડુંગર પરના શ્વેતામ્બર અને દિગમ્બર બન્ને દેરાસર ઉધડાવી દર્શન કરાવવા ઠાકરશીને મોકલ્યા. આ સાને સ્થાનકવાસી મુનિઓને સદ્ગુરુની આજ્ઞાથી જિનપ્રતિમાનાં દર્શન પ્રથમ ઈડરમાં થયાં. ઈડરમાં શ્રીમદે દ્રવ્યસંગ્રહ ગ્રંથની હસ્તલિખિત પ્રતમાંથી વાંચવાનું ચાલુ કર્યું. ડુંગર પર એક મોટી શિલા પર શ્રીમદ્ બેઠા અને સાત મુનિઓ તેમની સન્મુખ બેઠા. ત્યાં સિદ્ધશિલા અને સિદ્ધ સ્વરૂપની વાત ચર્ચાઈ. ત્યાં સર્વ પદ્માસનવાળી બેઠા. જિનમુદ્રાવત બની દ્રવ્યસંગ્રહની ગાથાઓને ઉપયોગમાં લેતાં, શ્રીમદે તે ગ્રંથ પરિપૂર્ણ સંભળાવ્યો, સમજાવ્યો અને ત્યાં સુધી બધા મુનિઓ અચળ રહ્યા. | શ્રી લલ્લુજી સ્વામીનું ૧૯૪૯નું મુંબઈનું ચોમાસુ થયા પછી શ્રીમદ્જી સાથેનો તેમનો પરિચય તથા પત્રવ્યવહાર વધી ગયો. હવે તો સદ્ગુરુ પ્રત્યેના પ્રેમની વૃદ્ધિ છૂપી રહે તેમ નહોતી. જયારે જ્યારે શ્રીમદ્જીના પત્રો આવતા ત્યારે તેઓ પત્રને કેટલાક ખમાસણા આપતા, તેની પ્રદક્ષિણા કરતા અને પછી પોતાને મહાભાગ્યશાળી માની હર્ષોલ્લાસથી પત્ર ખોલીને વાંચતા. શ્રી લલ્લુજી સ્વામી પણ કૃપાળુદેવને પત્ર લખતા ત્યારે કેટલાય વાક્યો તો સંબોધનમાં જ લખતા અને ગુરુ પ્રત્યેની લધુતાયુક્ત ભક્તિ પ્રગટ કરતાં. વિ. સં. ૧૯૫૫ ના ચાતુર્માસ પછી લલ્લુજી આદિ મુનિઓને ખંભાતના અંધાર બહાર મૂકેલા છતાં સામા પક્ષ સાથે દ્વેષભાવ ન રહ્યો. સંધાડામાં સરખે સરખા બે ભાગ પડવા છતાં પુસ્તક પાનાં વગેરે માટે કોઈ પણ જાતની માંગણી કે તકરાર શ્રી લલ્લુજી આદિ મુનિઓ તરફથી થયેલી નહીં. એમની ઉદારતાની અને નિસ્પૃહતાની આ છાપ બધા સાધુઓ પર પડેલી. કષાયની વૃદ્ધિ થાય તેવા નિમિત્તો છતાં જાણે કાંઈ બન્યું નથી તેવું માની તેમના સંબંધથી છૂટા પડી આત્મહિતમાં જ મશગૂલ રા. સંવત ૧૯૫૬ ના ચાતુર્માસમાં શ્રી લલ્લુજી સ્વામીએ લોકોના બહુ પરિચયમાં અવાય નહિ તેવા સ્થળે સોજીત્રા સોનીની ધર્મશાળામાં મુકામ કર્યો. ત્યાં દિગંબર ભટ્ટારકનો તેમને સમાગમ થયો. સોજીત્રા ચાતુર્માસ પૂર્ણ કરીને, શ્રીમદ્જીના અમદાવાદ પધાર્યાના સમાચાર જાણી તેઓ પણ વિહાર કરી અમદાવાદ આવ્યા. ત્યાં આગાખાનને બંગલે શ્રીમદજીએ શ્રી લલ્લુજીને “કાર્તિકેયાનુપ્રેક્ષા" નામનો ગ્રંથ વહોરાવ્યો. આ ગ્રંથમાં અપૂર્વ વૈરાગ્યનું નિરૂપણ થયેલું છે. તેને પરિપૂર્ણ વાંચવા, સ્વાધ્યાય કરવા જણાવ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7