Book Title: Shrimad Laghurajswamiji Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 1
________________ ૩. શ્રીમદ્ લઘુરાજવામી ભૂમિકા: ઈ. સ. ૧૮૫૦ ની આજુબાજુના સમયને ભારતના ઇતિહાસનો સંક્રાંતિકાળ ગણી શકાય; કારણ કે મરાઠા અને મોગલસરાઓનો અંત તથા અંગ્રેજી સત્તાની વ્યાપકતા અને સ્થિરીકરણનો તે કાળ હતો. રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રોમાં અવનવી ઘટનાઓ આકાર લઈ રહી હતી. આ સમય–સંજોગો દરમ્યાન શ્રીમદ્ લઘુરાજસ્વામીનો જન્મ થયો હતો. જન્મ અને બાળપણ: ગરવી ગુર્જર ભૂમિના તે સમયના પાટનગર અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વટામણ ગામે વિ. સં. ૧૯૧૦, આસો વદ એકમના રોજ આ મહાભાગ્યશાળી પુનિત આત્માનો જન્મ થયો. તેમના પિતાનું નામ શ્રી કૃષ્ણદાસ ગોપાળજી તથા માતાનું નામ કુશલાબાઈ હતું. વૈષ્ણવ સંપ્રદાયનું આ ભાવસારકટુંબ ગામમાં અગ્રગણ્ય ગણાતું. આ સંતતિવિહીન કુટુંબને બાળક શ્રી લલ્લુભાઈના જન્મથી પુત્રરત્નની પ્રાપ્તિ થઈ અને નિર્વશતાનું દુ:ખ ટળ્યું. પરંતુ કૉલેરાની જીવલેણ બીમારીના કારણે ચાર-ચાર લગ્ન કર્યા છતાં સંતાનવિહીન રહેલા કૃષ્ણદાસજી બાળકનું મોં જોવા જીવિત રહી શકયા નહીં. ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7