Book Title: Shrimad Laghurajswamiji
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 2
________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો ચાર-પાંચ વર્ષના બાળકને નિશાળે મૂકવાનો સમય થયો. આ સમયે આપણી ગામઠી શાળાઓ ધૂળિયા શાળાઓ હતી. આવી એક ગ્રામ્ય શાળામાં લલ્લુજીને દાખલ કર્યા પરંતુ અભ્યાસમાં તેમને રુચિ ઉત્પન્ન થઈ નહિ. ગણિતના આંક કે ભાષાનાં કાવ્યો તેમને મુખપાઠ થતાં નહિ એટલે ખપ પૂરતું લખતા-વાંચતા શીખ્યા. એટલામાં તો વારંવાર દુકાનમાં બેસવાનું ચાલુ થયું અને શાળાનો અભ્યાસ બંધ થઈ ગયો. ૨૬ બાળકમાં પૂર્વના ઉત્તમ સંરકારોનો આભાસ નાનપણથી જ થવા લાગ્યો હતો. સૌ સાથે વિનય અને પ્રેમથી વર્તવું, મહેમાનો પ્રત્યે આદરભાવ રાખી તેમની સેવા કરવી અને ગામની વિવિધ કોમોના મનુષ્યો વચ્ચે વિવેકપૂર્વકના વ્યવહાર દ્વારા સંપ જળવાઈ રહે તેવી પ્રવૃત્તિઓ કરવી : આ બધાં કાર્યો તેમની સુસંસ્કારિતાને પ્રગટ કરે છે. યુવાવય ને ગૃહસ્થાવસ્થા : વર્ષો વીતતાં વાર લાગતી નથી. આજનું બાળક વખત જતાં યુવાન બને છે. તે જમાનાના રિવાજ મુજબ યુવાવયે તેમનાં લગ્ન થયાં. પહેલી પત્નીનું સગર્ભાવસ્થામાં જ અવસાન થયું તેથી તેમનાં બીજાં લગ્ન નાથીબાઈ નામની ભાવસાર યુવતી સાથે થયાં. ગૃહસ્થાવસ્થાના નિભાવ માટે આજીવિકાનું મુખ્ય સાધન ધીરધારનો ધંધો હતો. પ્રામાણિક ને સરળ સ્વભાવના લલ્લુભાઈની વૃત્તિ ઉદાર હોવાથી ઘણા લોકો તેમની પાસેથી પૈસા લઈ જતા તે વ્યાજસહિત પરત પણ કરતા; પરંતુ ઉઘરાણી સમયસર ન આવે તો પણ પૈસા વસૂલ કરવા કોઈ પણ જાતનાં આકરાં પગલાં ભરવાની વૃત્તિ તેમના કરુણામય અંત:કરણમાં ઊપજતી નહિ, જે તેમના માનવતાવાદી અભિગમની આપણને ઝાંખી કરાવે છે. તેમનો ગૃહસ્થાશ્રમ સુખમય વ્યતીત થઈ રહ્યો હતો, ત્યારે તેમના જીવનમાં એક આકરા કર્મનો પ્રબળ ઉદય થયો. માંદગી ને વૈરાગ્યોત્પત્તિ : વિ. સં. ૧૯૩૭માં તેમને પીતપાંડુ નામનો રોગ (Anemia) લાગુ થયો, જેના પરિણામે બાર માસમાં શરીર ઠીકઠીક પ્રમાણમાં ક્ષીણ થયું. અનેક ઉપચારો કરવા છતાં એકેય ઉપાય કારગત નીવડ્યો નહિ. - હવે શરીર વધુ ટકશે નહિ એમ લાગવાથી પોતાની ખબર કાઢવા આવનાર દરેકને તેઓ પતાસા આપતા અને પોતાના દોષોની ક્ષમાયાચના પણ માગતા. આ ગંભીર માંદગી લલ્લુભાઈના સંસ્કારી આત્મામાં સાચો વૈરાગ્ય ઉત્પન્ન થવામાં નિમિત્ત બની. વૈરાગ્યની ધારા એટલી હદ સુધી પહોંચી કે જો આ રોગનું ઉપશમન થશે, તો સંસાર–ત્યાગ કરી સાધુ થવું તેવી તેમણે દઢ પ્રતિજ્ઞા કરી. અશાતા કર્મનો ઉદય જાણે કે આ પ્રતિજ્ઞાને વશ થતો હોય તેમ હલબલી ઊઠયો અને અચાનક એક સાધારણ દવાના ઉપચારથી તેમના રોગનું ઉપશમન થઈ ગયું. સ્વાસ્થ્ય પ્રાપ્તિ થતાં, પ્રતિજ્ઞાનુસાર તેમણે અને પાડોશી શ્રી દેવકરણજીએ મુનિશ્રી હરખચંદજીના દર્શને જવાનું નક્કી કર્યું. મુનિશ્રી તે વખતે સુરત બિરાજતા હતા. તેથી સાયલા ને વઢવાણ કૅમ્પ થઈ બન્ને ગુરુજી પાસે પહોંચ્યા ને દીક્ષા લેવાની ભાવના પ્રદર્શિત કરી. મુનિશ્રીએ તેમને બન્નેને પોતપોતાના માતા-પિતાની આજ્ઞા પ્રાપ્ત કરવા જણાવ્યું. તેટલામાં તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7