Book Title: Shravaka Sanmitra Author(s): Lalitvijay Publisher: Karpur Pustakalaya Samo View full book textPage 5
________________ ના જિનહર્ષકૃત શ્રાવક કરણીની સઝાય. ચોપાઈ શ્રાવક તું ઊઠે પરભાત, ચાર ઘડી લે પાછલી રાત; મનમાં સમરે શ્રી નવકાર, જેમ પામે ભવ સાગર પાર. ૧ કવણ દેવ કવણ ગુરૂ ધર્મ, કવણ અમારૂં છે કુલધર્મ, કવણુ અમારે છે વ્યવસાય, એવું ચિંતવજે મન માંય. સામાયિક લેજે મન શુદ્ધ, ધર્મની હૈડે ધરજે બુદ્ધ પડિક્કમણું કરે રણી તણું, પાતક આલેઈ આપણું ૩ કાયા શો કર પચ્ચખાણ, સૃદ્ધિ પાળે જિનની આણ ભણજે ગણજે સ્તવન સઝાય, જિણ હુંતિ નિસ્તા થાય. ૪ ચિતારે નિત્ય ચઉદે નિમ, પાળે દયા જીવતાં સીમ; પ્રભાતે ઉઠી ચાવીસંથે કરે, અનંત ચોવીશી ધ્યાનજ ધરે. ૫ દેહરે જાઈ જુહારે દેવ, દ્રવ્ય ભાવથી કરજે સેવ; પૂજા કરતાં લાભ અપાર, પ્રભુજી મેટા મુક્તિ દાતાર. ૬ પિશાલે ગુરૂ વંદજે જાય, સુણજે વખાણ સચિત લાય; નિરદુષણ સુરંત આહાર, સાધુને દેજે સુવિચાર. ૭ સામિવત્સલ કરજે ઘણું, સગપણ મેહોટું સામિતણું; દુઃખીયા હીણ દીણ દેખ, સૂજે તાસ દયા સુવિશેષ. ૮ ઘર અનુસારે દેજે દાન, મેહેટા શું મ કર અભિમાન; ગુરૂને મુખ લેજે આખડી, ધર્મ ન મુકીશ એકે ઘડી. વારૂ શુદ્ધ કરજે વ્યાપાર, ઓછા અધિકાને પરિહાર; મ ભરિસ કેની કુડી સાખ, કુડા મુખથી કથન મ ભાખ. ૧૦ અનંતકાય કહી બત્રીશ, અભક્ષ બાવિશે વિશ્વાવીસ એ ભક્ષણ નવિ કીજે કિમે, કાચાં કુણું ફળ મત જિમે. ૧૧ રાત્રિ ભેજનના બહુ દોષ, જાણ ને કરજે સંતોષ સાજી સાબુ લેહને ગલી, મધુ ધાવડી મત વેચે વલી. વળી મ કરાવે રંગણ પાસ, દુષણ ઘણાં કહ્યાં છે તાસ, પાણ ગળજે બે બે વાર, અલગણ પીતાં દોષ અપાર. ૧૩ જિન વાણીનાં કરે જતન, પાતક છડી કરજે પુન્ય; છાણું ઈંધણ ચુલા જોય, વાપરજે જિમ પાપ ન હોય. ૧૪. ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 232