Book Title: Shravaka Jivan Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 7
________________ ( પ્રવચન : ૪૮ પરમ કૃપાનિધિ, મહાન મૃતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનનો વિશેષ ધર્મ પ્રતિપાદિત કર્યો છે. બાર વ્રતોનો વિશેષ ધર્મ બતાવ્યા પછી ગ્રંથકારે શ્રાવકોચિત વિશેષ કર્તવ્યોનું નિરૂપણ કર્યું છે. લોકાપવાદ ભીરુતા”ની વાત જણાવતાં એમણે કહ્યું “શ્રાવક જનાપવાદને મૃત્યુ સમજે છે !” વવનીયમેવ મર ભવતિ | કુલીન માણસ જનાપવાદને મૃત્યુ માને છે. જો કે કુલીન માણસ સાવધાન રહે છે. એક પણ એવી કુત્સિત પ્રવૃત્તિ નથી કરતો, કોઈ પણ શિષ્ટજનમાન્ય વ્યવહારથી વિરુદ્ધનું વર્તન કરતો નથી. છતાં પણ કોઈ અશુભ કર્મના ઉદયથી અથવા અનુપયોગથી જનાપવાદ થાય છે, લોકનિંદા થાય છે, તો તે કુલીન શ્રાવક-શ્રાવિકાને ઊંડું દુઃખ થાય છે. આના કરતાં મરી જવું સારું....' એવો વિચાર એના મનમાં આવે છે. પરંતુ કમસિદ્ધાંતને સમજનારાં સુજ્ઞ શ્રાવક-શ્રાવિકા “આત્મહત્યા જેવું ખોટું પગલું ભરતાં નથી. ગ્રંથકાર આચાર્યદિવની એ પ્રેરણા છે કે દુનિયામાં તમારી નિંદા થાય એવી એક પણ પ્રવૃત્તિ ન કરો. દુનિયામાં સાવધાનીપૂર્વક રહો. ઓછાવત્તા લાભનું આયોજન કરો : લોકાપવાદ ભીરુતા પછી ગ્રંથકાર એક નવી મહત્ત્વપૂર્ણ વાત જણાવે છે : પુરુરીયાપેક્ષણમ્ II૭રા આ નાનકડા સૂત્રમાં તેમણે જીવનસાફલ્યની અદ્દભુત કળા બતાવી દીધી છે, પરંતુ આ વાત બુદ્ધિમાન લોકો માટે બતાવી છે. જેઓ મૂઢ છે, મૂર્ખ છે, જેઓ ઉચિત વિચાર નથી કરી શકતાં, એમને માટે આ વાત નથી. ટીકાકાર આચાર્યશ્રીએ આ સૂત્ર ઉપર ટીકા લખી છે. એમણે સ્પષ્ટતા કરી છે. દરેક મનુષ્યના જીવનમાં ત્રણ પ્રકારનાં પ્રયોજનો હોય છે? (૧) ધર્મ-વિષયક પ્રયોજન. (૨) અર્થ-વિષયક પ્રયોજન. (૩) કામ-વિષયક પ્રયોજન. એકી સાથે ત્રણે પ્રયોજન ઉપસ્થિત થાય ત્યારે પ્રથમ કામ કર્યું કરવું? ધર્મનું? અર્થનું? કે કામનું? વિચારવું પડશે. હોશિયારીથી વિચારવું પડશે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 286