Book Title: Shravaka Jivan Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 5
________________ * પ્રાસંગિક : જન્મ, જીવન અને મૃત્યુ - સંસારની નિશ્ચિત સ્થિતિ છે. જન્મ અને મૃત્યુનો અંત લાવવા માટે જે જીવન જીવવામાં આવે છે, તે સાધુજીવન છે, શ્રાવકજીવન ઉત્તમ કોટિનું શ્રાવકજીવન જીવનાર મનુષ્ય સાધુજીવન જીવવા માટે સુયોગ્ય કહેવાય છે. ઉત્તમ કોટિનું શ્રાવકજીવન જીવવા માટે મનુષ્યને સમુચિત માર્ગદર્શન જોઈએ. એવું માર્ગદર્શન નિન્દુ ગ્રંથમાં મહાન જૈનાચાર્ય હરિભદ્રસૂરિજીએ આપેલું છે. આ ગ્રંથ પ્રાચીન છે, છતાં અવાચીન સમયમાં એટલો જ ઉપયોગી છે. એટલા માટે એ ગ્રંથ ઉપર મેંપ્રવચનો આપેલાં છે. પ્રવચનો હિન્દી ભાષામાં આપેલાં હતાં, એટલે એનો ભાવવાહી અનુવાદ કરાવીને પ્રકાશિત કરવામાં આવે છે. આ ત્રીજા ભાગમાં શ્રાવકની દિનચર્યા બતાવવામાં આવી છે. તેની અંતર્ગત "યોગાભ્યાસનો વિષય વિસ્તારથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તદુપરાંત શ્રી નવકાર મંત્ર, શ્રી ઉવસગહર સ્તોત્ર....વગેરે ઉપર વિસ્તારથી અનુચિંતન આપેલું છે. આ દ્રષ્ટિએ આ ત્રીજો ભાગવિશિષ્ટ અભ્યાસનો ગ્રંથ બની ગયો છે. તમે એકાદ વાર વાંચી જશો, તેટલાથી નહીં ચાલે! કમ સે કમ ત્રણ વખત તો તમારે અધ્યયનવાંચન કરવું જ પડશે. તો જ આ બધી વાતો તમને સારી રીતે સમજાશે. શ્રાવકજીવનમાં ઉપયોગી આ બધી વાતોને તમે વાંચો, વિચારો અને એમાં તમે જીવનમાં જીવી શકો, એવી વાતને તમારી નોટમાં લખી લો. શક્ય એટલું આચરણ જીવનમાં કરવું જ જોઈએ. ગુજરાતીની સાથે સાથે હિન્દીમાં પણ ભાગો છપાઈ રહ્યા છે. એટલે હિન્દીભાષી ભાઈબહેનો માટે પણ ઉપયોગી સાહિત્ય ઉપલબ્ધ થશે. સહુ કોઈજિનવચનોનો સ્વાધ્યાય કરી ચિત્તને નિર્મળ કરો, એ જ મંગલ કામના. પંચગીની ફાગણ સુદ ઃ ૧૩, વિ. સં. ૨૦૪૯ • ભદ્રગુપ્તસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 286