Book Title: Shravaka Jivan Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 9
________________ ભાગ ૩ જાય છે. તત્કાલ નિર્ણય કરવાની બુદ્ધિ જોઈએ. માની લો કે તમારામાં એવી બુદ્ધિ નથી, તો જેની પાસે એવી બુદ્ધિ હોય એવા બીજા લોકોને પૂછો. એમની વાતો માનો. ધર્મ-અર્થ-કામના પ્રયોજનમાં પ્રાથમિકતા : જેવી રીતે તત્કાલ નિર્ણય કરવાની બુદ્ધિ જોઈએ એવી જ રીતે કર્યું કાર્ય પહેલાં કરવું એનો યોગ્ય નિર્ણય કરવાની બુદ્ધિ પણ જોઈએ. કયાં કાર્યમાં વધારે લાભ છે અને કયાં કાર્યમાં ઓછો લાભ છે, તેનો નિર્ણય કરવો જોઈએ અને જે પ્રવૃત્તિમાં વધારે લાભ હોય એ પ્રવૃત્તિ પહેલાં કરવી જોઈએ. એટલા માટે ગ્રંથકાર આચાર્યશ્રીએ કહ્યું : દુને પ્રવૃત્તિઃ I૭૪ા – કોઈ વાર ધાર્મિક પ્રવૃત્તિમાં વધારે લાભ દેખાતો હોય, તો એ પ્રવૃત્તિ પહેલી કરવી જોઈએ. – કોઈ વાર વેપારની પ્રવૃત્તિમાં વધારે લાભ દેખાતો હોય, તો એ પ્રવૃત્તિ પહેલી કરવી જોઈએ. – કોઈ વાર કામપ્રવૃત્તિમાં વધારે લાભ દેખાતો હોય, તો એ પ્રવૃત્તિ પહેલી કરવી જોઈએ. - વધારે લાભનો વિચાર કોઈક વાર પોતે લેવાનો હોય છે, તો કોઈક વાર સ્વજનો અને મિત્રો સાથે મળીને લેવાનો હોય છે. વધારે લાભનો વિચાર કોઈ કોઈ વાર સમયને લક્ષ્યમાં લઈને કરવાનો હોય છે, તો કોઈ વાર વ્યવહારપક્ષને લક્ષ્યમાં લઈને કરવો પડતો હોય છે. કેટલાંક ઉદાહરણો પરથી આ વાત સ્પષ્ટતાથી સમજાવું છું. ધર્મને ક્યાં પ્રાથમિકતા આપશો? તમારા માતાપિતાએ તેમને કહ્યું “જો તને અનુકૂળતા હોય તો આપણે કેટલાંક તીથની યાત્રા કરી આવીએ. તારી પત્નીએ પણ આ વાતને અનુમોદન આપ્યું છે.” તમારે વિચારવું જોઈએ કે આ સમયે તીર્થયાત્રા કરવા જવું ઉચિત છે કે નહીં? અત્યારે બજારમાં મંદી છે, ખાસ વેપાર નથી. કોઈ વિશેષ વ્યાવહારિક કાર્ય પણ નથી અને શરીર પણ સ્વસ્થ છે; તો તીર્થયાત્રા કરી લેવી જોઈએ. બે બાળકોની નિશાળ ચાલુ છે, પણ તેમને ભાઈને ઘેર મૂકીશ. દશ દિવસમાં પાછા આવી જઈશું. તમે તીર્થયાત્રાને પ્રાથમિકતા આપશો. પરંતુ જે સમયે માતાપિતાએ યા પત્નીએ તીર્થયાત્રાનો પ્રસ્તાવ મૂક્યો એ સમયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 286