Book Title: Shravaka Jivan Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 8
________________ શ્રાવકજીવન જેમાં - જે કાર્યમાં વધારે લાભ થતો લાગે તે કાર્ય પહેલાં કરવું પડશે. જે કાર્યમાં ઓછો લાભ થવા સંભવ હોય તે કાર્ય પાછળથી કરવાનું રહે. વત્તાઓછા લાભનો વિચાર એક દ્રષ્ટિએ કરવાનો નથી હોતો, અનેક દ્રષ્ટિથી વિચારવાનું હોય છે. - આપણા માટે, બીજાંને માટે – કાળ-સમયની દ્રષ્ટિથી. - ક્ષેત્રની વૃષ્ટિથી. – મનોભાવોની દ્રષ્ટિથી. કોઈ પણ કાર્યનો પ્રારંભ કરતાં પહેલાં બુદ્ધિશાળી શ્રાવક-શ્રાવિકા આટલો વિચાર કરશે અને તત્કાલ વિચાર કરશે. એવું નહીં કે વિચાર કરતાં કરતાં કાર્યનો સમય જ નીકળી જાય. શીધ્ર નિર્ણય કરનારી બુદ્ધિ જોઈએ ? - મુંબઈમાં રહેતા એક ભાઈને અમદાવાદ જવું હતું અને પૂના પણ જવું હતું. પહેલાં પૂના જાઉં કે અમદાવાદ ? વિચારવા લાગ્યા. વિચારતાં વિચારતાં પૂના જનારી ગાડી ચાલી ગઈ અને અમદાવાદ જનારી ગાડી ય ઊપડી ગઈ. જેઓ શીધ્ર નિર્ણય નથી કરી શકતા એવા લોકો જ દુનિયામાં વધારે છે. -- એક ભાઈને પોતાની પત્ની સાથે એટલા માટે ઝઘડો થાય છે કે તે ભાઈ ભોજનની બાબતમાં શીધ્ર નિર્ણય નથી કરી શકતા. રોટલી ખાવી છે કે પૂરી ખાવી છે? કાકડીનું શાક ખાવું છે કે ભીંડાનું? અડધો કલાક વિચાર કરવામાં નીકળી જાય છે... પત્નીની પસંદગી નહીં ! ઝઘડો થઈ જાય છે. – એક ભાઈ વારંવાર પત્નીની બાબતમાં ફરિયાદ કરે છે: “બહાર જતી વખતે કઈ સાડી પહેરે?” વિચારવામાં એક કલાક નીકળી જાય છે. કદી ય તે સમયસર તૈયાર થતી નથી. – એક નોકરને તેની શેઠાણી એક સાથે ત્રણ કામ બતાવીને મોકલે છે. નોકર ફૂટપાથ ઉપર ઊભો ઊભો વિચારે છે. પહેલાં શાકભાજી લેવા જાઉં કે પહેલાં શેઠજીને સમાચાર આપવા જાઉં? કે પછી પહેલાં ડૉક્ટરને ત્યાં દવા લેવા જાઉં? અડધો કલાક એને વિચારવામાં ચાલ્યો જાય છે. ત્વરિત નિર્ણય કરી શકતો નથી. શેઠાણી સદાય એના ઉપર ગુસ્સે થયેલી રહે છે. એક સાધુ-મુનિરાજને એક ગામથી બીજા ગામ વિહાર કરવાનો હોય છે. તો તેઓ તત્કાલ નિર્ણય નથી કરી શકતા. નિર્ણય કરવામાં બે-ત્રણ દિવસો નીકળી જાય છે. સવારે વિહાર કરવો કે સાંજના કરવો... નિર્ણય કરતાં કરતાં સૂર્ય આથમી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 286