Book Title: Shravaka Jivan Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 11
________________ ભાગ ૩ ૫ જરૂર આવી જઈશ અને આપણે બધાં બહાર જઈશું.' તમારો ઉત્તર સાંભળીને બાળકો નાચવા માંડશે, તમારી સાથે તેમની આત્મીયતા વધી જશે. કોઈ કોઈ વાર બાળકોની નિર્દોષ વાતો માનવી જોઈએ. એનાથી તમારા પ્રત્યે બાળકોનો પ્રેમ ટકી રહેશે. અને તો જ તમે બાળકોને સારા સંસ્કારો આપી શકશો. સભામાંથી : અમે તો બાળકોનો તિરસ્કાર કરીએ છીએ. એમની સાથે જતા નથી. મહારાજશ્રી ઃ જો તમે બાળકોને ધૂત્કારતા રહેશો તો તમારી સાથે આત્મીયતા નહીં રહે. પાડોશી આવીને તમારાં બાળકો પ્રત્યે આત્મીયતા બતાવીને પોતાની સાથે લઈ જશે. બાળકોની માતા પણ તેની સાથે જશે. તેમનો પરસ્પર સ્નેહ વધશે. આગળ વધતાં એ લોકો ક્યાં સુધી પહોંચી જશે તેનો ખ્યાલ છે ? તમે લોકો પ્રાયઃ ભવિષ્યનો વિચાર નથી કરતા. પરિવારની બાબતમાં ગંભીરતાથી વિચારતા જ નથી. જ્યારે પરિણામ ખરાબ આવે છે ત્યારે રડો છો અથવા તો નિરાશ થઈ જાઓ છો. પરિવાર અને કામપુરુષાર્થ : એક વાત માનીને ચાલો કે પરિવારના લોકોને શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શનાં સુખ વધારે પસંદ હોય છે. ભલેને ઘ૨ના માણસો બે-ત્રણ ધર્મક્રયાઓ કરતાં હોય. એનો અર્થ એવો ન કરો કે તેમને પાંચ ઇન્દ્રિયોનું સુખ પસંદ નથી. તેઓ ઇન્દ્રિય વિજેતા બની ગયા છે, એવું ન સમજો. જો તમે વિવેકી હો અને પરિવાર પ્રત્યે તમારો સ્નેહ હોય તો તમારે વિચારવું પડશે કે જો તેમના સુખભોગમાં હું સાથી નહીં બનું, તો એ લોકો મર્યાદાહીન સુખભોગ કરવા માંડશે, અને જો હું સાથ આપીશ, તો તેઓ મર્યાદામાં સુખભોગ ભોગવશે. હું સાથ આપીશ તો એક દિવસે અનાવશ્યક સુખભોગનો ત્યાગ પણ કરાવી શકીશ.’ એક પરિવારનું અધઃપતન ઃ હું એ પરિવારને જાણું છું. ઘરનો મુખ્ય પુરુષ મોટો વેપારી હતો. ઉંમર હશે ૩૫-૩૦ વર્ષની. એની પત્ની ૩૦-૩૨ વર્ષની હશે. તેમને ત્રણ સંતાન હતાં : બે છોકરીઓ અને એક છોકરો. પુરુષ સરળ સ્વભાવનો હતો. ગ્રેજ્યુએટ હતો. મોટો વેપાર હતો. તે પરમાત્માના મંદિરે જતો, દર્શન-પૂજન કરતો હતો; પરંતુ તેની તીવ્ર ભાવના પોતાના વેપાર અંગે જ રહેતી. તે પોતાના ઘર પ્રત્યે ધ્યાન આપતો ન હતો. એની પાસેના ફ્લેટમાં જે પરિવાર રહેતો હતો એની સાથે આ પરિવારનો સંબંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 286