Book Title: Shraddhdinkrutya
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 11
________________ મંદિરના મંડપમાં કેસરની દૈવી વૃષ્ટિ થઈ. લોકમાં આશ્ચર્ય અને આનંદ ફેલાયો. આચાર્યશ્રીએ આચાર્ય વિદ્યાનંદસૂરિને ગુજરાતમાં વિચરવાની આજ્ઞા આપી. અને પોતે સં. ૧૩૨૪માં વિહાર કરતાં કરતાં ફરીવાર માળવા પધાર્યા. સંભવ છે કે, તેમણે ઉપાધ્યાય ધર્મકીર્તિને માળવાના વિહારમાં પોતાની સાથે રાખ્યા હોય. સ્વર્ગઃ - આચાર્યદેવેન્દ્રસૂરિ સં. ૧૩૨૭માં માળવામાં(અગર મારવાડના સાચોરમાં) કાળધર્મ પામ્યા. આ સમાચાર મળતાં ભારતના જૈન સંઘમાં ભારે ગમગીની ફેલાઈ. ખંભાતના સંગ્રામ ભીમદેવે ‘‘તે દિવસથી અન્ન લેવાનો ત્યાગ કર્યો. સંગ્રામ સોની ભીમદેવે ૧૨ વર્ષ સુધી અનાજ ખાધું નહીં.’’ સાથેના મુનિવરોએ માળવાથી ગુજરાત તરફ વિહાર કર્યો. આચાર્ય દેવેન્દ્રસૂરિએ ‘‘દેવેન્દ્ર અંકવાળા’’ ગ્રંથો બનાવ્યા, જેનાં નામ નીચે મુજબ જાણવા મળે છે. ૧. ધર્મરત્ન પ્રકરણ – ટીકા ૨. સુĒસણાચરિય ૩, ૪, ૫. ભાષ્યત્રય ગા. ૧૫૨ ૬. સિદ્ધ પંચાશિકા ગા. ૫૦ ૭. સિદ્ધ પંચાશિકા – વૃત્તિ ગ્ર. ૮૭૫૦ ૮. શ્રાદ્ધવિધિ કૃત્ય ૯. શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્રવૃત્તિ (વંદાવૃત્તિ) ગ્ર. ૨૭૨૦ ૧૦. પંચ નવ્ય કર્મગ્રંથ *પ્રસ્તુત શ્રાદ્ધદિનકૃત્ય એ જ શ્રાદ્ધવિધિકૃત્ય હોય એમ સંભવે છે. ૧. કર્મ વિપાક : ગા. ૬૧ ૨. કર્મસ્તવ : ગા. ૩૪ ૩. બંધવિધાન : ગા. ૨૫ ૪. ષડશીતિ : ગા. ૮૬ ૫. શતક : ગા. ૧૦૦ ૧૧. છ કર્મગ્રંથ ટીકા ૧૨. સાસય જિણથયું. ગા. ૨૪ ૧૩. ધારણામંત્ર આ ગ્રંથો સિવાય તેમણે ‘સિરિ ઉસહવદ્ધમાણ' વગેરે સ્તવનો તથા યુગપ્રધાન સ્વરૂપયંત્રની રચના કરી હતી. (જૈન પરંપરાનો ઈતિહાસ ભાગ ત્રીજામાંથી સાભાર અક્ષરશ: સમુધૃત.)

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 442