Book Title: Shraddhdinkrutya Author(s): Rajshekharsuri Publisher: Arihant Aradhak TrustPage 10
________________ કર્યો નહીં, તેમજ શિથિલાચાર પણ છોડ્યો નહીં. આચાર્ય દેવેન્દ્રસૂરિએ ‘આ શિથિલાચારીઓની વડીપોષાળમાં ઊતરવાનું ઉચિત ન ધાર્યું. અને બીજા સ્થાનમાં ઊતરવાનો વિચાર કર્યો. આ રીતે સં. ૧૩૧૯માં બે ગુરુભાઈઓ વચ્ચે ખંભાતમાં ભેદ પડ્યો. ઘણા વિચારશીલ શ્રાવકોને ‘‘આ બંને આચાર્યો વચ્ચે ભેદ પડે’’ તે ઠીક ન લાગ્યું. સંગ્રામ સોનીના પૂર્વજ ‘‘સોની સાંગણ ઓસવાલે’’ આ બંને શાખામાં કચી શાખા સાચી છે ? તેનો નિર્ણય કરવા તપસ્યા કરી, પ્રત્યક્ષપ્રભાવિ જિનપ્રતિમાની સામે ધ્યાન ધર્યું.’’ શાસનદેવીએ સાંગણ સોનીને જણાવ્યું કે, ‘‘આચાર્ય દેવેન્દ્રસૂરિ યુગોત્તમ આચાર્યપુંગવ છે. તેમની જ ગચ્છપરંપરા લાંબા કાળ સુધી ચાલશે, માટે તારે તેમની ઉપાસના કરવી.’’ (ગુર્વાવલી : શ્લો. ૧૩૭–૧૩૮) સંગ્રામ સોની ભીમદેવ ત્યાગ અને સંયમમાર્ગની તરફેણ કરતો હતો. તેણે આચાર્ય દેવેન્દ્રસૂરિને નાની પોષાળમાં ઉતાર્યા. આથી આચાર્ય દેવેન્દ્રસૂરિનો શિષ્યપરિવાર સં. ૧૩૧૯માં ખંભાતમાં લઘુપોષાળના નામે પ્રસિદ્ધ પામ્યો. ‘‘લઘુપોષાળ એ વાસ્તવમાં તપાગચ્છનું જ નામાન્તર છે. ગુચ્છભેદ - આચાર્ય વિજયચંદ્રસૂરિનો શિષ્યપરિવાર મોટી પોષાળમાં જેમનો તેમ શિથિલ બની રહ્યો. આ શિથિલ આચારના કારણે સં. ૧૩૧૯માં ખંભાતમાં જ તપાગચ્છની મૂળ શાખાથી બીજી જૂદી શાખા વડીપોષાળના નામથી અસ્તિત્વમાં આવી. આ સમયે મૂળ શાખાનું બીજું નામ તપાગચ્છ લઘુપોષાળ, લહુડીપોષાળ, લોઢી પોષાળ પડ્યું. આચાર્ય દેવેન્દ્રસૂરિના વ્યાખ્યાનમાં સંવેગ, ત્યાગના અમોઘ રસવાળો શાંતરસનો પ્રવાહ વહેતો હતો. તેઓ ખંભાતના ચોકમાં રહેલા ‘‘કુમારપાલ વિહારના ઉપાશ્રયમાં’’ ધર્મોપદેશ દેતા હતા. મહામાત્ય વસ્તુપાલ તેમને વંદન કરવા આવ્યો. ત્યારે આચાર્ય મહારાજે ચાર વેદ ઉપર વ્યાખ્યાન આપ્યું. જેમાં જૈન અને જૈનેતર દર્શન સંબંધી સિદ્ધાંતોનું તલસ્પર્શી નિરૂપણ કર્યું. મહામાત્ય વસ્તુપાલે વ્યાખ્યાનમાં સામાયિક લઈને બેઠેલાઓને ‘‘મુહપત્તિની પ્રભાવના’’ કરી. લગભગ ૧૮૦૦ મુહપત્તિઓ ત્યારે તેમણે વહેંચી. (ગુર્વાવલી – શ્લો. ૧૧૪) પટ્ટધર :- આચાર્ય મહારાજ ત્યાંથી વિહાર કરતા પાલનપુર પધાર્યા. આચાર્ય મહારાજે અહીં સંઘની વિનંતીથી સં. ૧૩૨૨માં પાલનપુરમાં પલ્લવિયા પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં ઉપાધ્યાય વિદ્યાનંદગણિને આચાર્યપદ અને પંન્યાસ ધર્મકીર્તિને ઉપાધ્યાયપદ આપ્યું. આ સમયે ઉપાધ્યાય ધર્મડીર્તિ આચાર્યપદની પ્રાપ્તિ પછી આચાર્ય ધર્મઘોષ સૂરિ એવા નામથી પ્રસિદ્ધ બન્યા. પેથડશાહ મંત્રી આચાર્ય ધર્મઘોષ સૂરિના ભક્ત બન્યા હતા.Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 442