Book Title: Shraddhadhan Sudarshan Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 2
________________ શ્રદ્ધાધન સુદર્શન • ર૩૭ સાંજ પડી. મેળો વીખરાયો. અંધારાં ઊતરવા લાગ્યાં. અર્જુન માળી ને બંધુમતી યક્ષબાપજીનાં દર્શન કરવા મંદિરે ગયાં. પેલી શેતાનમંડળીએ લાગ જોયો. અર્જુન માળીને ચાર-છ જણાએ થઈને પકડી લીધો. મંદિરના થાંભલે કસકસાવીને બાંધી દીધો. પછી પકડી બધુમતીને ! છ બાજના હાથમાં એક કબૂતરી ! શી એની હાલત થાય ? એ અનાચારથી મંદિર અપવિત્ર થયું. બંધુમતીનું પ્રાણપંખેરું અપવિત્ર થયેલા દેહ-મંદિરને છોડીને ચાલ્યું ગયું. લલિત મંડળી પણ અંધકારની કાળાશમાં પોતાનાં કાળાં મોં લઈ નાસી છૂટી ! રહ્યો એક અર્જુન માળી–થાંભલે બંધાયેલો, આ તમામ અત્યાચારનો પરવશ સાક્ષી ! એણે યક્ષબાપજીને ઘણી આજીજી કરી, પણ માલણના યક્ષબાપજી પાષાણના જ રહ્યા ! સામે ચૂંથાયેલી બંધુમતીનું મડદું પડ્યું હતું. એ જોતાં જોતાં અર્જુનનું મગજ ફટકી ગયું. સવાર થતાં તો જાણે એ ઠાવકો ને શાણો અર્જુન માળી જ ન રહ્યો. માનવમાંથી રાક્ષસ સરજાઈ ગયો. એણે જોરથી આંચકો માર્યો; દોરડું તૂટી ગયું. દોડીને એણે મૂર્તિના હાથમાંની મોગરી ઉઠાવી દેવને જ મારી; કડડભૂસ ! પછી નીકળ્યો બહાર. સામે જે મળ્યાં એને મોગરીથી ઠાર કર્યા. જોતજોતામાં હાહાકાર વર્તી ગયો. રાજા જેવો રાજા પણ કંઈ કરી ન શક્યો. અર્જુન માળીનો જ્યાં સંચાર થયો ત્યાં ભરેલાં નગર ખાલી થવા લાગ્યાં. રોજરોજ ખૂનની વાતો ફેલાવા માંડી. પ્રજા “ત્રાહિ’, ‘ત્રાહિ પોકારી ગઈ. રાજાએ કોટવાળને હુકમ કર્યો કે ગામ આખામાં ઢોલ વગડાવો કે કોઈ કઠિયારો, ઘાસવાળો, ફૂલ વીણનારો, નિંભાડા પકવનારો કુંભાર કે બહારગામનો પ્રવાસી એ રસ્તે ન ચાલે; એ રસ્તે ખૂનનો ભય છે, મોત માથે છે. માટે કોઈ નાનું-મોટું, બૂટું-ઘરડું, જુવાન-જવાંમર્દ એ મોતને માર્ગે ફરકે પણ નહીં. છતાંય કોઈ જશે તો તેના ખૂનની જવાબદારી એને શિર છે. ગામ આખાએ ઢોલ સાંભળ્યો. સૌ સડક થઈ ગયાં. એ રસ્તે ધંધા માટે જનારા તો મૂંઝાઈ ગયા. જયાં માથે મોત ગાજે ત્યાં કોણ ડગ માંડે ? બનવાકાળ છે, કે બરાબર એ જ ટાણે એ રસ્તા તરફ છેક છેડે આવેલા મોટા વનખંડમાં ગુણશીલ નામના ચૈત્ય પાસે ભગવાન મહાવીર પધાર્યા. એ તો નિર્ભય, મોટા મરજીવા, શાંતિના દરિયા, કરુણાના ભંડાર. મગધ આખાયમાં ગામેગામ વિચરે, પોતાનું ધર્મચક્ર ફરતું રાખી તમામ જનતાને શાંતિ પમાડે, મારગ બતાવે. એઓ ફરતાં ફરતાં રાજગૃહ તરફ આવી ચડ્યા. રાજારાણી એમનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7