Book Title: Shraddhadhan Sudarshan Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 1
________________ ૩૧. શ્રદ્ધાધન સુદર્શન ચોવીસસો ચોવીસસો ચોમાસાં ચોધાર નીરે વરસી ગયાં, ચોવીસસો ચોવીસસો વસંત ફૂલડે ફાલી ગઈ, ચોવીસસો ચોવીસસો દીવાળીઓ દીપકથી ઝળહળી ગઈ. એ પહેલાંના વખતની આ વાત છે. માનવીય શ્રદ્ધાની કસોટીની આ કથા છે. મગધ દેશ છે. એમાં રાજગૃહ નગરી ભારે પ્રસિદ્ધ. ત્યાંનો રાજવી મહારાજા શ્રેણિક બિંબિસાર ભારે મોજીલો, રંગરાગવાળો. એ નગરમાં રાજાના જેવું જ મોજીલું એક માળી-કુટુંબ વસે. કુટુંબના વડાનું નામ અર્જુન માળી. માલણનું નામ બંધુમતી ! આ માળી ને માલણની જુગલ જોડી ભારે ફૂટડી, ભારે રંગીલી, ભારે વિલાસી. માળીને અનેક બગીચા ! ગુલાબ, મોગરો, જાઈ, જૂઈ, માલતી, ચંપો, બેલાં, કેસૂડાં— આવાં કંઈ કંઈ જાતનાં ફૂલ ઊતરે. રાજગૃહમાં ફૂલોનાં શોખીન ભારે ! ભારે ખપત રહે. અર્જુન ને બંધુમતી—આ ગુલાબી જુવાનીવાળું જોડું એક યક્ષદેવતાનું ઉપાસક. એ યક્ષનું નામ મુગરપાણિ ! મુગર એટલે મોગરી (ગદા) જેના હાથમાં છે તે. રોજ સવારે આ જોડું યક્ષબાપજીના મંદિરે આવે, ને ફૂલોનો ઢગ ચઢાવે. યક્ષબાપજીનો વરસોવરસ મેળો આવે. અઢારે વરણ એ મેળામાં ઊમટે. મેળામાં બધાય સમાન; નહિ આભડછેટ કે નહિ અંબોટ. સૌ સાથે નાચે, સાથે ગાનતાન કરે, સાથે નાસ્તાપાણી કરે. મેળામાં ભારે ભપકો કરીને અર્જુન માળી આવ્યો. ઠાઠમાઠ રચીને બંધુમતી આવી. બેનાં રૂપ-રંગ જોઈને સહુ કહેવા લાગ્યાં કે કામદેવ અને રિત પોતે મેળો મહાલવા આવ્યાં છે. મેળામાં સારાં આવે તેમ ખોટાં પણ આવે એને ન રોકાય. એવી એક છ-સાત જણાની લલિત મંડળી પણ લહેર કરવા આવેલી. એમની નજર રૂપના સાગર જેવી બંધુમતી પર મંડાઈ ગઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7