________________ પ્રકાશકીય સંપાદક પૂ. ગુરુભગવંતે પ્રસ્તુત ગ્રંથમાં પચાસ જેટલી નવી ટિપ્પણો ઉમેરી છે અને એ ટિપ્પણો દ્વારા જુદી-જુદી ટીકાઓમાં અલગ અલગ સ્થળે રહેલાં મહદંશે વ્યાકરણ દોષોનું અને ક્યાંક આગમિક દોષોનું શુદ્ધિકરણ કર્યું છે. આ તેઓશ્રીજીનો વિશેષ ઉપકાર છે. પૂર્વના સંપાદકે શોનસ્તુતિ નું વ્યાપક સંશોધન હાથ ધર્યું હોવા છતાં મૂળ ગ્રંથોમાં રહેલી અશુદ્ધિઓનું શુદ્ધ અને સાપેક્ષ પરિમાર્જન કરવામાં તેઓ પાછા પડ્યાં છે એવું પ્રસ્તુત શુદ્ધિકરણને જોતાં માનવું પડે તેમ છે. પ્રાંતે શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘના કરકમળમાં શોનસ્તુતિ - વૃત્તિમાતા ને સમર્પિત કરતાં સુરુચિભાવ અનુભવીએ છીએ. કુસુમ-અમૃત ટ્રસ્ટ વાપી