Book Title: Shobhan Stuti Vruttimala Part 01
Author(s): Rihtvardhanvijay
Publisher: Kusum Amrut Trust

View full book text
Previous | Next

Page 9
________________ शोभनस्तुति-वृत्तिमाला પ્રકાશકીય અંતર આનંદથી તરબતર છે કેમ કે અમને જૈન સાહિત્યના એક અપ્રતીમ ગ્રંથ સમૂહનું પ્રકાશન કરવાનો લાભ મળી રહ્યો છે. શમનસ્તુતિ -વૃત્તિમાતા નામના આ ગ્રંથને ગ્રંથ કહેવો તે કરતાં ગ્રંથ સમૂહ કહેવો વધુ ઉચિત છે. એક જ વિષય ઉપર અલગ અલગ સમયે અલગ. અલગ શાસ્ત્રકારો દ્વારા ઉદ્દભવેલાં સાત સંસ્કૃત ગ્રંથોને અહીં સંકલિત કરવામાં આવ્યાં છે. સાત પૈકી એક મૂળ ગ્રંથ છે અને શેષ છ ગ્રંથો તેની ઉપર રચાયેલાં વૃત્તિગ્રંથો છે. વિક્રમની અગ્યારમી શતાબ્દીમાં થયેલાં પૂ. પૂર્વાચાર્ય શ્રીમદ્ મહેન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પનોતા શિષ્યરત્ન, પૂ. શોભન મુનિરાજે વર્તમાનચોવીશીના ચોવીશ તીર્થકરોની જે સ્તુતિ તુર્વેિરિશા રચી તે શોખનતુતિ ના નામે જૈન સંઘમાં સુપ્રસિદ્ધ છે. અત્રે મૂળ ગ્રંથનું સ્થાન શોમનસ્તુતિ એ શોભાવ્યું છે અને શોખનસ્તુતિ ઉપર ભિન્નભિન્ન પૂર્વાચાર્યોએ ભિન્ન-ભિન્ન સમયે રચેલાં પાંચ ટકા ગ્રંથો તેમજ એક અવચૂરિ ગ્રંથ સંલગ્ન છ ગ્રંથો તરીકે સંમીલિત છે. આમ, મૂળ સ્તુતિઓ, પાંચ ટીકા અને એક અવચૂરિ મળીને ગ્રંથ સંખ્યા સાત સુધી પહોંચી છે જે અહીં આવિર્ભાવ પામી રહી છે. શમનતિ ઉપર આટલી ટીકાઓ અને અવચૂરિને એકી સાથે પ્રગટ કરતો આ પહેલ વહેલો ગ્રંથ છે. કદાચ જૈન સાહિત્યના ભક્તિ ગ્રંથોમાં એવો ગ્રંથ અદ્યાવધિ પ્રગટ થયો નથી જેમાં એક જ સ્થળે સાત ગ્રંથોને એકત્ર કરવામાં આવ્યાં હોય. આ ગ્રંથનું સંપૂર્ણ સંપાદન પૂ. મુનિરાજ શ્રી હિતવર્ધનવિજયજી મહારાજે કર્યું છે. તેઓશ્રીના ગુરુ ભગવંત પૂ. મુનિરાજ શ્રી મંગલવર્ધનવિજયજી મહારાજના પાવન ઉપદેશથી પ્રસ્તુત ગ્રંથના બન્નેય ખંડના પ્રકાશનનો લાભ અમને મળ્યો છે જેને અમે અમારું સદ્ભાગ્ય ગણીએ છીએ. વાચકો / પાઠકોની અનુકૂળતાને અનુલક્ષીને પ્રસ્તુત ગ્રંથરત્નને બે ભાગમાં પ્રકાશિત કરવાનું યોગ્ય ગણ્યું છે. પૂર્વે અમારાં દ્વારા પ્રકાશિત થયેલાં લખ્યરી વિગેરે ગ્રંથના અનુભવ - પરથી એ સમજાયું છે કે ખૂબ મોટું કદ ધરાવતાં ગ્રંથોનું વિતરણ, પોસ્ટીંગ, બાઈન્ડીંગની સુરક્ષા બધું જ મુશ્કેલ બની જાય છે.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 234