Book Title: Sheth Motishah
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Godiji Jain Derasar ane Dharmada Trust

View full book text
Previous | Next

Page 8
________________ અને છેવટે અગાશી બંદર–આ દરેક ઠેકાણે તેમનાં બંધાવેલાં દહેરાસરે છે. મુંબઈ શહેરમાં એક પણ દહેરાસર એવું નથી કે જેમાં શેઠ મોતીશાહને મટે ફાળો ન હોય. મુંબઈની પાંજરાપોળ સ્થાપવામાં તેમણે આગેવાનીભર્યો ભાગ ભજવ્યું છે એટલું જ નહિ પણ મુંબઈ ખાતે તેમજ ચીમેડખાતે જે જમીન છે તે બધી તેમણે પિતાના તરફથી ખરીદી તે બધી જમીન તેમજ સારી જેવી રોકડ રકમની ભેટ કરી હતી અને સ્થાપન કર્યા પછી પણ પાંજરાપોળને સદ્ધર સ્થિતિમાં રાખવા માટે અથાગ મહેનત કરી હતી. પરંતુ અમને જણાવતાં ઘણું જ દિલગીરી થાય છે કે કેઈપણ ઠેકાણેથી દસ્તાવેજી હકીકત મળી શકી નથી. આ પરિસ્થિતિ આપણા સમાજની કેટલી બધી બેદરકારી દેખાડે છે ? આ બધી યાદગીરી જળવાઈ રહે તે હેતુથી શ્રી ગેડીજી દહેરાસરના ટ્રસ્ટીઓએ શેઠશ્રી મોતીશાહનું જીવનચરિત્ર પ્રકટ કરવાનું ચગ્ય ધાર્યું અને તે કામ પાર પાડવા માટે તે વખતના શ્રી ગોડીજીના ટ્રસ્ટીઓમાંના એક સદ્દગત શેઠ મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ સેલિસિટરને શેઠશ્રી મોતી શાહનું જીવનચરિત્ર લખવાનું કામ સોંપ્યું. શ્રી મેતીચંદભાઈએ અથાગ પરિશ્રમ સેવી, મળી શકી તેટલી હકીક્ત મેળવી, જીવનચરિત્ર ઘણું જ રેચકશૈલીમાં લખી તૈયાર કર્યું છે. પરંતુ જણાવવાને ઘણી જ દિલગીરી થાય છે કે-જે માટે તેમણે રાત્રિદિવસ મહેનત કરી તે પુસ્તક છપાયેલું જોવા માટે તેઓશ્રી જીવંત રહ્યા નથી. જે આ ચરિત્ર શેઠ મોતીચંદભાઈની

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 480