________________
તા દર વર્ષે લગભગ સીતેરથી એ’સી હજાર રૂપીઆ જીર્ણોદ્ધાર માટે આપવામાં આવે છે. દર વરસ આટલી રકમ ખરચનાર આખા દેશમાં કદાચ આ એક જ દહેરાસર છે તેની નોંધ લેવા જેવું છે. અને ખીજા દહેરાસરાના કાર્ય વાહકાએ અનુકરણ કરવા જેવું છે.
તે જ પ્રમાણે જ્ઞાનખાતે પણ દર વરસ સારી જેવી રકમ ખરચાય છે. પુસ્તકો છપાવી, ખરીદીને આખા દેશમાં જુદા જુદા લગભગ ૧૨૫ જ્ઞાનભડારાને ભેટ તરીકે માકલાય છે. પરદેશમાં પ્રચાર માટે પુસ્તકા ભેટ તરીકે માકલાય છે. આ પ્રમાણે જ્ઞાનપ્રચારનું કાર્ય પણ આ સંસ્થા કરે છે, તે પણ અનુકરણીય છે.
આ પુસ્તક છપાવવામાં જોઇતી માહિતી, સલાહ-સૂચન આપવા માટે તેમ જ શેઠ મેાતીશાહનાં વહાણાનાં ચિત્રા તથા ખીજા' ચિત્રાના ઉપયાગ કરવા દેવા માટે શેઠ માતીશાહ જૈન ચેરીટીઝના ટ્રસ્ટીએ અને તેમના સેક્રેટરી શ્રી ધનજીભાઈ કે, શાહના અમે આભાર માનીએ છીએ.
આ પુસ્તકનુ પ્રુફરીડીંગ તથા આમુખ લખવા માટે વયેવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ શેઠ ફત્તેહચ'દ ઝવેરભાઈના આભાર માનીએ છીએ. આ પુસ્તક છાપવામાં, મેટર મેાકલતાં અમારા તરફથી થતી ઢીલને પ્રેમથી સહન કરી અમારા કાર્ય માં મદદ કરવા માટે આ પુસ્તકના મુદ્રક શ્રી મહાયુ પ્રિન્ટીંગ પ્રેસ અને તેના માલિક શેઠે ગુલાબચંદ લલ્લુભાઈના પણ આભાર માનીએ છીએ.