Book Title: Sheth Motishah
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Godiji Jain Derasar ane Dharmada Trust

View full book text
Previous | Next

Page 7
________________ શેઠ કલ્યાણજી કહાનજીએ પ્રતિષ્ઠા કરી હતી અને વિજારોપણ વિગેરે કાર્ય શેઠશ્રીએ કર્યા હતાં. આ દહેરાસર તથા ઉપાશ્રય શરૂઆતમાં રૂા. ૩૦,૦૦૦) આશરે ત્રીસ હજારના ખર્ચમાં તૈયાર કરેલાં હતાં અને પાછળથી અનુકૂળતાએ બીજા મકાને ખરીદીને ઉમેરે કરવામાં આવ્યું છે. અને છેવટે સં. ૧૯૫૨ માં શ્રી શામળાજી પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ શ્રી ગોડીજી મહારાજની પ્રતિષ્ઠા થવા પછી મુંબઈ શહેરની જાહેજલાલી દિવસે દિવસે વધતી ચાલી છે તે આ પુસ્તક વાંચનાર સમજી શકશે. આ શ્રી ગેડીજીપાશ્વનાથની પ્રતિમાજીને છેક મારવાડમાંથી મુંબઈ સુધી લાવનાર શેઠ મોતીશાહ અને તેમના વડવાઓ હતા, અને તેથી જ શેઠ શ્રી મોતીશાહને શ્રી ડીજીપાર્શ્વનાથજીની પ્રતિમા ઉપર અત્યંત પ્રેમ અને શ્રદ્ધા હતાં. તેઓ દરેક કાર્ય કરતાં પહેલાં શ્રી ગોડીજીપાર્શ્વનાથને યાદ કરતા હતા, તે ત્યાં સુધી કે છેવટે તેમણે પોતાનું વસિયતનામું કર્યું છે તેમાં પણ પ્રથમ વાક્ય “ગેડીજી મહારાજની મહેર હજો ?એ લખ્યું છે. - શેઠશ્રી મોતીશાહના પૂર્વજે જ્યાં જ્યાં વસ્યા છે તે દરેક ગામમાં દેરાસર બંધાવેલ અત્યારે મેજુદ છે. સોજીત્રા, ખંભાત, આબૂની તળેટી પાસે, સિહીથી પાંચ માઈલ સિદ્ધરૂઢ અને ત્યાંથી ત્રણ માઈલ આબુની નીચે દક્ષિણ પૂર્વ ખૂણે ગામ મીરપુર(હમીરગઢ)માં શ્રી જીરાવલા પાર્શ્વનાથનું તીર્થક હતું, ત્યાંથી આ પ્રતિમાજી આવેલાં છે એવી માન્યતા છે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 480