Book Title: Shatrunjay Giriraj Darshan
Author(s): Kanchansagar, Pramodsagar
Publisher: Agmoddharak Granthmala

View full book text
Previous | Next

Page 12
________________ ઉત્થાન ગિરિરાજના ફોટાએ છાપવાની તમન્ના તેા ખરી; પણ એ જ ફોટાએ એવી રીતે બહાર આવવા જોઇએ કે ફોટાઓ જોતાં પહેલાં ગિરિરાજની આરાધના, ગિરિરાજના મહિમા, ગિરિરાજની પવિત્રતા, અને ગિરિરાજની ઉત્તમતા, તેનાં મગજમાં આવે. આથી વિશિષ્ટ પ્રકારે ગિરિરાજના વનવાળા લખાણ સાથે જો ફાટાએ બહાર પડે તે સારૂં. એ મુદ્દાએ અમુક પ્રકારનું લખાણ કરીને પુસ્તક બહાર પાડવાના વિચાર કર્યાં. પુસ્તકનું' નામ શુ આપવું ? તે પ્રશ્ન ઉપસ્થિત થયા. આથી નામ પણ તેવું જોઈએ કે આ પુસ્તકને સુસંગત થાય, તેના મહિમાને ગાય અને તે નામનું ખીજું પુસ્તક ન હોય, કે જેથી બીજા પુસ્તકથી એ ભિન્ન પડે. આથી શ્રીશત્રુંજય-ગિરિરાજ-દર્શન” એવું નામ રાખ્યું. આ જ સુધીમાં ગિરિરાજ અંગે જેટલું સાહિત્ય મને મળ્યું છે, તેમાં આ નામનુ કોઈ પુસ્તક મળ્યું નથી. આ પુસ્તકમાં આ અવસર્પિણીમાં ગિરિરાજનેા મહિમા કેવા ગવાયા ! કોને આરાધના કરી ? પ્રભુ પદ્મ પદ્મથી પાવન એવા રાય વૃક્ષના મહિમા, સૂરજ કુંડના પ્રતાપે કાને કેવા લાભ થયા ! ગિરિરાજના ઉદ્ધારા કેવા થયા ? ગિરિરાજના નામે કેવાં ! આરાધના પુણ્યવાનાએ કેવા કેવા પ્રકારે આરાધના કરી, તેમજ ભૂતકાળમાં અને વમાન કાળમાં કેવાં કેવાં સ્થાને હતાં અને છે. તે બધું સંક્ષિપ્ત છતાં કાંઇક વિસ્તારથી આમાં લેવાનું વિચાર્યું. કરનારા ઉપર કહેલું લીધા પછીથી ફાટાઓના નામ આપવા પૂર્ણાંક ફોટાએ આપવા અને ફેટાએને પરિચય આપવા, એમ ક્રમે લેવાને વિચાર કર્યાં. ધ્યાનસ્થ સ્વગ`ગત આગમાદ્ધારક આચાય –મહારાજ શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજે સ. ૧૯૯૬માં કપડવંજમાં પ્રતિમાના લેખા અને હસ્તલેખિત પ્રતેાની પ્રશસ્તિઓ લેવાનુ` સૂચન કર્યું. તેથી કપડવંજથી માંડીને પાલીતાણા સુધીના અને ગિરિરાજ ઉપરના પ્રતિમાના લેખા, તેમજ શિલાલેખા ૧૯૯૬માં લીધા હતા. (જે પ્રતિમા લેખા આવી જવા જેવા હોય તેવા ફ્રી ફ્રી લીધા નથી. તેમાં પણ મોટેભાગે ૧૯મી સદી સુધીના જુજ લીધા છે.) વળી કપડવ'જથી મુંબઇ સુધીના પ્રતિમાના લેખા સં. ૨૦૦૦ માં લીધા હતા. તે છાપવાના અવસર આવ્યેા ન હતા. તેથી આ ગ્રંથમાં તે લેખા આપવાના વિચાર કર્યાં. (ગિરિરાજ ઉપરના લેખાની નકલ મારા ઉપરથી શેઠ આણંદજી કલ્યણુજીએ ઉતરાવી છે.) મારા લેખામાં સંજોગને આધીન દાદાના અને પુંડરીક સ્વામીના લેખ લેવાયા નથી. પ્રાચીન જૈન લેખ સગ્રહ ભાગ બીજો શ્રીજૈનઆત્માનંદસભા ભાવનગરથી બહાર પડેલમાં શરૂઆતમાં ૧ થી ૩૭, ૫૫૭ નંબરના લેખા ગિરિરાજ ઉપરના છપાયેલા છે. છતાંપણુ ખીજા અને ત્રીજા નંબરના લેખાને છોડીને તે બધાયે લેખા મેં મારી જાતે લીધા છે. જે આ III

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 526