Book Title: Shatrunjay Giriraj Darshan
Author(s): Kanchansagar, Pramodsagar
Publisher: Agmoddharak Granthmala

View full book text
Previous | Next

Page 10
________________ પ્રકાશકીય ધ્યાનસ્થ સ્વર્ગગત આગદ્ધારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર મુળીનરેશપ્રતિબંધક આ. ભ. શ્રીમાણિયસાગરસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી અમારી આ ગ્રન્થમાલાની સ્થાપના સં. ૨૦૧૦માં થઈ હતી. તેના સંપાદન કાર્યમાં નવા નવા ગ્ર કરવાનું ચાલુ જ હતું. આજ સુધીમાં આ ગ્રન્થમાલામાં નાના મોટા પ૭ ગ્રન્થ પ્રગટ થયા છે. અમારી શ્રીઆગમેદ્રારક ગ્રન્થ માલાનું ૫૮ મું પુસ્તક આ શ્રી શત્રુંજય ગિરિરાજ દશન નામનું છે. વળી આ ગ્રંથમાલાએ આજ સુધીમાં આગમતના ૧૨ પુસ્તકો પ્રગટ કર્યા છે. આ રીતે અમારી આ ગ્રંથમાલાનું કાર્ય ચાલ્યા કરે છે. તેમાં આ ગ્રંથ પં. શ્રીકંચનસાગરજી મ. તથા મુનિ મેદસાગરજી મહારાજે સચિત્ર પ્રકાશન કરવાને ઉદ્યમ કર્યો અને અમે તીર્થાધિરાજના પરમ પાવન ગ્રન્થને પ્રગટ કરવા ભાગ્યશાળી થયા છીએ. - તેઓશ્રીએ આ પુસ્તકના પ્રકાશનમાં ત્રણ વર્ષમાં જોઈતું ભંડોળ ભેગું કરી આપ્યું. આ ભંડોળમાં જેઓશ્રીએ આર્થિક સહાય કરી છે તેને અમે ત્રાણી છીએ. આફ્રીકામાં સાયન્સના પ્રોફેસર વર્તમાન રિટાયર વલસાડના વતની રા. રા. વિનોદચંદ્ર વામનરાવ ઓઝાએ “શત્રુંજય ઈગલીશ પુસ્તકને સમજાવ્યું હતું અને આ ગ્રન્થનું મેટર તપાસી આપ્યું હતું, તેઓશ્રીના, તથા રિટાયર શિક્ષક શ્રીમાન રતીલાલ છગનલાલ શાહ એમ. એ. બી. ટી. સાહિત્યરત્ન નવસારીવાળાએ પાછળ ભાગ સુંદર રીતે જોઈ આપ્યું છે, તથા તેઓશ્રીએ આ ગ્રન્થનું ઈગલીશ પણ કરી આપ્યું છે, તેઓશ્રીના, ક્રીએટીવ પ્રિન્ટર્સ પ્રા. લિ.ના વ્યવસ્થાપક શ્રીમાન બચુભાઈ ચુનીલાલ અમદાવાદવાળાએ આગળનું આખું મેટર અને ફેટાએ સુંદર છાપી આપ્યા ને સલાહ સૂચના આપી, તેઓશ્રીન, તથા શ્રી પાર્શ્વપ્રિન્ટર્સના માલીક જશવંતલાલ ગિરધરલાલ શાહે પાછલે ભાગ છાપી આપે, તેઓશ્રીના પણ અમે વાણી છીએ. લેખક, સંગ્રહાક, સંપાદક, અને સહાય કરાવનારના તે આભારી જ છીએ. ફેટાઓ અંગે લેખકશ્રી પોતાના ઉત્થાનના લેખમાં તે બધી વિગત આપશે. સાડા સાતસો કેપી ગુર્જર ભાષામાં પ્રગટ કરીએ છીએ. આની અઢીસે કેપી ઈગલીશમાં છાપવી એવી સંપાદકશ્રીની તમ્મના છે, તે પણ પૂર્ણ થશે. ઈગલીશ પ્રકાશન તે અમારી ગ્રન્થ માલામાં પ્રથમ જ છે. આ પુસ્તકમાં જાણતાં કે અજાણતાં કોઈપણ જાતની ભૂલ થઈ હોય તે તે માટે અમે મિચ્છામિ દુક્કડ” દઈએ છીએ. ગિરિરાજના આ પુસ્તકને પુણ્યવાનો ઉપયોગ કરે અને આરાધના કરે તે ભાવના સાથે વિરમિએ છીએ. સં. ૨૦૩૫ અક્ષય તૃતીયા ગ્રંથમાલા વતી રમણલાલ જયચંદ શાહ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 526