Book Title: Shatabdi Vandana Author(s): Publisher: ZZZ Unknown View full book textPage 9
________________ (શ્રી બાલાભાઈ વીરચંદ દેસાઈ) (જન્મ : તા. ૨૩-૭-૧૯૦૮, અવસાન ઃ તા. ૨૪-૧૨-૧૯૯૯) ગુજરાતી સાહિત્યના મૂલ્યનિષ્ઠ સર્જક, જિંદાદિલીને જીવન માનનાર અને માનવતાનો મધુર સંદેશ આપતું સાહિત્ય સર્જન કરનાર બાલાભાઈ દેસાઈ “જયભિખુનો જન્મ ૨૯મી જૂન ૧૯૦૮ના રોજ એમના મોસાળ વિંછીયા (સૌરાષ્ટ્ર)માં થયો હતો. જયભિખ્ખના પિતાશ્રી વીરચંદભાઈ આતિથ્યપ્રેમી અને કુટુંબવત્સલ પુરુષ હતા. એમણે પ્રાથમિક અભ્યાસ વીજાપુર પાસે આવેલા વરસોડામાં, એ પછી અમદાવાદની ટ્યુટોરિયલ હાઇસ્કૂલમાં અને ત્યારબાદ ગ્વાલિયર રાજ્યના શિવપુરીના ગુરુકુળમાં રહીને કર્યો હતો. એમણે કલકત્તા સંસ્કૃત એસોસિએશનની “ન્યાયતીર્થની અને ગુરુકુળની ‘તભૂષણની પદવી પ્રાપ્ત કરી હતી. કથા-વાર્તાઓ વાચવાનો શ્રી જયભિખુને બાળપણથી જ ખૂબ રસ હતો. બાર-તેર વર્ષની કુમળી વયે તો એમણે એક કરતા વધુ વખત “સરસ્વતીચંદ્ર' મહાનવલ વાંચી હતી અને સાહિત્યકાર તરીકેનો આદર્શ પણ એમણે સાક્ષરવર્ય શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી પાસેથી લીધો હતો. એમણે જીવનમાં પ્રતિજ્ઞા કરી હતી કે કદી નોકરી કરવી નહીં, પૈતૃક સંપત્તિ મેળવવી નહીં અને પુત્રને સંપત્તિ આપવી નહીં તથા કલમને આશરે જીવવું. આ સંકલ્પોને એમણે વિપરીત સંજોગોની વચ્ચે અડગ મનથી પાળ્યા હતા. ઈ. સ. ૧૯૨૯માં એમની પહેલી કૃતિ ‘ભિક્ષુ સાયલાકર' ઉપનામથી લખી. ઈ. સ. ૧૯૩૩માં કલમને ખોળે માથું મૂકી મા સરસ્વતી જે ઓછુ-વધુ આપે તેથી જીવન-નિર્વાહ કરવાનો સંકલ્પ કર્યો. એમનું હુલામણું નામ ભીખાલાલ હતું અને એમની પત્નીનું નામ જયાબેન હતું, એમાંથી “જયભિખ્ખ' નામના તખલ્લુસથી એમણે લખવાનું શરૂ કર્યું. સાહિત્યકાર જયભિખુએ મુખ્યત્વે નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22