Book Title: Shatabdi Vandana
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 21
________________ પાસે દસ્તાવેજોનો મોટો થોકડો હતો. ઘણા દસ્તાવેજો લઈ જાય અને એમની પાસેના દસ્તાવેજો ખરાઈ કરવા મારી પાસે, મહારાજની પાસે લાવે. ચર્ચા કરે, વિગતોની ચકાસણી કરે. એક વખત બનાવ એવો બન્યો કે માલતીબહેનને કીધું : “મારે એક અંતર્દેશીય પત્ર જોઈએ છે, તો તું બાજુની પોસ્ટઑફિસમાં જા.” એ વખતે અંતર્દેશીય પત્ર ચાર આનાનો, પચીસ પૈસાનો હતો. રતિભાઈએ ખિસ્સામાંથી ચાર આની આપી. તેમના ખિસ્સામાં વધારે નહોતા. એ વખતે સાચો ગુંદર આવતો હતો; બરોબર ચોટે! માલતીબહેન ગયાં. ત્યાંના માણસે ભૂલમાં ગુંદરથી સાથે ચોટી ગયેલા બે અંતર્દેશીય પત્ર આપી દીધા. માલતીબહેન લઈને પાછા આવ્યાં. બરોબર તપાસ્યું નહિ. આવીને રતિભાઈને આપી દીધા. રતિભાઈએ હાથમાં લીધો અને લખવા બેઠા. ત્યાં પડની જેમ બે દેખાયા! કહે, ““બે આવ્યા છે? પત્રની કિંમત ઘટી ગઈ છે?” માલતીબહેન કહે : ““ના, એક જ આપ્યો હતો.” “પણ આ જો.” માલતીબહેને ભૂલ કબૂલી. કેટલી તાણ પડી! રતિભાઈ કહે: ““આ એક પત્ર અત્યારે જ આપી આવ.” માલતીબેન કહે : “અત્યારે સાંજ પડી છે. પોસ્ટઑફિસ બંધ થશે. આપણી ઑફિસ બંધ થશે. કાલે સવારે વહેલાં આપી આવીશ.” તો કહે : “એક દિવસ પણ અણહકનું આપણી ફાઈલમાં ન હોવું જોઈએ. એ માણસને પણ અત્યારે જ ખબર પડે.” એ જ વખતે દીકરીને મોકલી. એ વખતે ભલે માલતીબહેનને અકળામણ થઈ હશે. પણ આજે સમજી શકશે કે કેવી ગૌરવવંતી ઘટના થઈ. ભલે કોઈ જૈન હોય, વર્ષે દહાડે કરોડોના ચઢાવા બોલતો હોય, હજારોની પૂજા ભણાવતો હોય; તેમાં એક તો બતાવો કે જેણે આવું કર્યું હોય. I challenge (હું પડકાર ફેંકું છું). (પગારના સંદર્ભે) મેં મારી નજર સામે રતિભાઈને સમજાવ્યા કે ““આમ ભાવુક ન થાઓ.” તો કહે: “ના સાહેબ, અણહકનું મારાથી ન લેવાય. કામ કર્યું હોય તેટલું જ લેવાય.” હજાર રૂપિયા લીધા પછી ....?... (શબ્દો બરોબર પકડાતા નથી. હકીકતે તેઓ પાંચસો રૂપિયા જ પગાર તરીકે લેતા હતા.) આવા બંને સાહિત્યકારો, વડીલો, સાક્ષરો મારા સંઘનું, સમાજનું ગૌરવ છે. તમારા પરિવારનું ગૌરવ તો છે જ. આ વારસો કુમારપાળે, માલતીબેને આગળ વધાર્યો છે તે નિઃશંક. અને હું નિરૂભાઈની પાછળ પડ્યો છું. મારા. . નીતીનભાઈ સંસ્કૃતના, પ્રાકૃતના અધ્યાપક છે. કેટલા સારા અનુવાદો કર્યા છે! ન્યાયશાસ્ત્રનો ગ્રંથ, કૌટિલ્યના “અર્થશાસ્ત્ર' (રાજનીતિશાસ્ત્રના ગ્રંથ) અંગે ગ્રંથ તૈયાર કર્યા છે. બંને સાક્ષરોનો આ વારસો જીવતો રાખજો. આ મારો પ્રેમભર્યો, વસે વી પ્રેમ-સર્ફ નો દાવો(?) છે. (માઈક વગર બોલાયેલા વક્તવ્યમાંના કેટલાંક વાક્યો, શબ્દો પ્રયત્ન છતાં ન સમજાયાથી થયેલા દોષો બદલ ક્ષમાયાચના. સુધારણા આવકાર્ય છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 19 20 21 22