Book Title: Shatabdi Vandana
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 17
________________ નાણ્યા-માસ્યાનો સાર ઃ ગુણાપૂજક આચાર્યશ્રીની પ્રેરક વાણી (તા. ૨૩-૯-૨૦૦૭ના શતાબ્દી-વંદના-સમારોહની પ્રસાદીરૂપે પૂ. આ. મ. વિજયશીલચંદ્રસૂરિજીનું વક્તવ્ય-વીસીડીના આધારે) सबसे ऊँची प्रेम-सगाई। सबसे ऊँची प्रेम-सगाई। दुर्योधनके मेवा त्यागी साग विदुर घर पाई। રતિભાઈ અને “જયભિખ્ખું” એ બંને સાક્ષરો સાથે કોઈ અણદીઠ-અગોચર સ્નેહતંતુ બંધાયો અને કુમારપાળભાઈ, નિરૂભાઈ, નીતીનભાઈ કે માલતીબહેન એ સ્નેહતંતુને યાદ કરી વાત કરે, ત્યારે અમારે કોઈ વિકલ્પ રહેતો નથી. કેટલા બધા સરસ સરસ બંને સાક્ષરો! મારે કોઈ ધર્મની વાત કરવી નથી. જયભિખુ” સાહિત્ય-જગતનું બહુ મોટું નામ છે. ખબર નહિ, કેમ – ગુજરાતી સાહિત્યજગતને તો એની પરવા નથી; પણ જૈન સાહિત્ય-જગતને પણ “જયભિખ્ખું' પ્રત્યે બહુ સાપેક્ષતા નથી! બહુ ઊંચા ગજાનો લેખક. એ વખતે “લેખક' શબ્દ વપરાતો, અત્યારે હવે એ શબ્દનો મહિમા નથી; હવે “સર્જક શબ્દ ચાલ્યો છે. પણ તે વખતે “લેખક શબ્દ સૌનું ધ્યાન ખેંચતો, એનો મહિમા થતો. લેખકના શબ્દો તરફ ભારે ઉત્સુકતા રહેતી. એ લેખક જયભિખ્ખને વાંચીએ એટલે વાક્ય વાક્ય ઉત્કંઠા જાગે – શું લખ્યું હશે? જે વિષયને સ્પર્શે તેનો અર્થ બદલાઈ જાય, ઘટના બદલાઈ જાય. એ વાંચીએ ત્યારે આ કે તે ઘટના એ રીતે જ વિચારી શકાય એમ લાગે. સાચુકલો માણસ, હાડ સાચો માણસ. હમણાં કુમારભાઈએ કહ્યું કે એમને કલમ વેચવી નહોતી. પણ એનું પૂરક વાક્ય હું કહું કે એની કલમ કેટલાયને માટે મલમ હતી. “ઈંટ અને ઇમારત'ની વાત લ્યો. અમસ્તુ તો અમારા ગુરુ-ભગવંતો છાપું વાંચવાની છૂટ ન આપે. પણ ગુરુવાર આવે એટલે આ વિભાગ વાંચવા માટે છૂટ ! ખૂણેખૂણો વાંચીએ. વિક્રમાદિત્ય હેમૂની વાત હોય, કાલકાચાર્યની વાત હોય. વાકયે-વાક્ય ઉત્કંઠા વધતી જાય. જયારે પૂરું કરીએ ત્યારે વાંચવાની શરૂઆત કરી ત્યારે આપણે જે હતાં તે ન રહ્યાં હોઈએ! રાષ્ટ્રીય ભાવનાને રંગે રંગાયેલું આ સાહિત્ય. ઝવેરચંદ મેઘાણી અને ભીમજી હરજીવન “સુશીલ”ને વાંચીએ. “સુશીલ' એટલે! એટલું ભારે અને અદ્ભુત એનું સાહિત્ય! “સુશીલ' પછી એ જ ગોત્રનો બીજો સર્જક થયો હોય તો આ સાહિત્યકાર. મડદાંને પણ જીવતાં કરે એવી વાણી! અમારે તો બોલતાં માથું કૂટવું પડે, છાતી ફૂટવી પડે, -~~~~~-K૧૬)-~~~~~~~~~~ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22