Book Title: Shantiniketan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 3
________________ શાંતિનિકેતન [૧લ્પ પણ ભય રાખ્યા સિવાય નિઃશંકપણે રમ્યા કરે છે. હાઈસ્કૂલ સુધીનું શિક્ષણવાહન માત્ર બંગાળી ભાષા જ છે, કોલેજના વિષયો અંગ્રેજી મારફત ચલાવવામાં આવે છે. આ સિવાય ત્યાંની આકર્ષક સંસ્થા કલાભવન અને વિદ્યાભવન છે. એ બે ભવનો એક જ મકાનમાં છે. ઉપર કલાભવન અને નીચે વિદ્યાભવન છે. કલાભવનમાં પ્રસિદ્ધ ચિત્રકાર નંદલાલબસુની પીંછી વિવિધ રૂપે દર્શન દે છે. પાસેના મ્યુઝિયમમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ જુદા જુદા કમરામાં સમાહિત અને ચિત્રની તાલીમ લીધા જ કરે છે. નીચલા ભાગમાં હસન્મુખ અને વિદ્યાનિક ભટ્ટાચાર્ય વિધુશેખરથી સતત પિથીઓ ઉથલાવતા અને વિદ્યાર્થીઓને ભણાવતા બેઠેલા રહે છે. એમાં મોટો પુસ્તકસંગ્રહ છે. એમાં (મારું સ્મરણ સાચું હોય તે) છપાયેલાં પુસ્તકે લગભગ પાંત્રીસ હજાર છે, અને હસ્તલિખિત ચાર હજાર. વિશેષતા એ છે કે દુનિયાની પ્રસિદ્ધ પ્રસિદ્ધ બધી ભાષાઓમાં જે મહત્ત્વપૂર્ણ પુસ્તકે છપાયાં છે તે બધાં એ સંગ્રહમાં છે. અને મોટે ભાગે દરેક દેશની સરકાર તરફથી એ કિંમતી પુસ્તક કવિશ્રીને ભેટમાં મળેલાં છે. એટલે એ પુસ્તકસંગ્રહને તેમ જ મ્યુઝિયમને કવિશ્રીને ભેટસંગ્રહ કહી શકાય. મહાત્માજીને આજ સુધીમાં મળેલાં ગમે તેવાં માનપત્રો એકઠાં કરવામાં આવે તો તેને પણ એક આવો વિશાળ સંગ્રહ બને. હસ્તલિખિત પિથીઓમાં મોટા ભાગ તિબેટન ગ્રંથને છે. એ ગ્રંથો મૂળ સંસ્કૃત, પાલિમાં અને તેના અનુવાદ તિબેટન ભાષામાં છે. કલાભવનને પ્રાણ નંદલાલબાબુ અને વિદ્યાભવનને પ્રાણુ ભટ્ટાચાર્યજી છે. ભટ્ટાચાર્યજી એ એક-દેશીય અભ્યાસી નથી. તેઓ વૈદિક સાહિત્ય ઉપરાંત જૈન અને બૌદ્ધ સાહિત્યના પણ અભ્યાસી છે. બૌદ્ધ ગ્રંથ ઉપરની તેમની કૃતિઓ પ્રસિદ્ધ છે. (પાલિપ્રકાશ, પાટિમોબસુત્ત) તેઓ માત્ર સંસ્કૃત, પ્રાકૃત, પાલિભાષાના જ શિક્ષક નથી, પણ આજકાલ તેઓ તિબેટન ભાષા ખૂબ પરિશ્રમ અને એકાગ્રતાપૂર્વક શીખવે છે. જે સંસ્કૃત ગ્રંથ મૂળ સ્વરૂપમાં દુર્લભ છે અને જે મહત્વના છે તેના તિબેટન અનુવાદ સુલભ હેવાથી તે ગ્રંથ ભારત વિદ્યાર્થીઓને શીખવે છે, અને તિબેટન અનુવાદ ઉપરથી પાછું મૂળ સંસ્કૃત બનાવી નષ્ટ ગ્રંથને પુનર્જન્મ આપે છે. જૈનાચાર્ય હરિભદ્રની ટીકાવાળા બૌદ્ધાચાર્ય પ્રણીત ન્યાય પ્રવેશ” મૂળ ગ્રંથનું સંપાદન આચાર્ય ધ્રુવ (ગાયકવાડ ઓરિએન્ટલ સંસ્કૃત સિરિઝ તરફથી) કરે છે જે હજી પૂરું થયું નથી. પરંતુ એ જ ગ્રંથને તિબેટન અનુવાદ સંસ્કૃત છાયા સાથે ભટ્ટાચાર્યજીએ કરી દીધો છે. વાતચીત, સહવાસ, અને પ્રવૃત્તિ દ્વારા મારા મન ઉપર છાપ પડી કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8