Book Title: Shantiniketan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૧૯૪] દર્શન અને ચિંતન ચતાં જ એક અતિથિગૃહ છે, જે મહર્ષિનું મૂળ શાંતિનિકેતન હતું. અતિથિ ગૃહવાસે પૂર્વાભિમુખ થઈ ઊભા રહીએ તો છેક ઉત્તરને છે. અને છેક દક્ષિણને છેડે બે મકાનો આવેલાં છે. તેમાં પહેલું કવિશ્રીનું છે અને બીજું બડાદાદાનું. દિશા પ્રમાણે એ બન્ને મકાને અનુક્રમે ઉત્તરાયણ અને દક્ષિણાયનના નામથી ત્યાં પ્રસિદ્ધ છે. માત્ર એ બે મકાનના નામમાં જ નહિ પણ ત્યાંનાં બીજાં નાનાં મોટાં મકાનોનાં નામમાં, ત્યાંની વૃક્ષાવલીની સંજ્ઞાઓમાં અને બીજી અનેક બાબતોમાં કવિતાની પ્રતિભા દેખા દે છે. પાંથશાલા, ગુપલી, નારી—ભવન, શિશુવન, કલાભવન, પુસ્તકાગાર, શાલવીથી, આમ્રરાજિ, આમલકિકાનન, છાતિમતલ (સપ્તપર્ણ તલ) એ બધાં સંસ્કારી ના ખાસ વિશ્રીની પ્રતિભાનાં નિદર્શક છે. આશ્રમનાં મકાનો સામાન્ય રીતે સાદાં છે. કુસવાળાં મકાનો એ પ્રાચીન સંપત્તિ છે. હવે પાકાં મકાને થતાં જાય છે. પાણીની પૂરી તંગાશ છતાં વિવિધ વૃક્ષઘટાઓ શહેરમાંથી કંટાળેલાને લલચાવે તેવી છે. અભ્યાસને સમય અને વિદ્યાવિભાગ સરકારી હાઈસ્કૂલ અને કોલેજમાં ચલાવતા બધા બૌદ્ધિક વિષયો શાંતિનિકેતનમાં શીખવવામાં આવે છે. દરેક વિષયના એક ખાસ અને સાધારણ અભ્યાસી શિક્ષક તેમ જ અધ્યાપક ત્યાં છે. મેટ્રિક અને એમ. એ. સુધીની ખાસ શાંતિનિકેતનની ઉપાધિ ડિગ્રી) રાખી પરીક્ષા લેવામાં આવે છે. અને જે સરકારી ડિગ્રીઓ છે તે સરકારી સંસ્થાઓમાં જઈને પણ પરીક્ષા આપી શકે છે. એટલે શાંતિનિકેતનનું શિક્ષણ સરકારી પરીક્ષાને અનુલક્ષીને, તેમ જ સ્વપરીક્ષાને અનુલક્ષીને વિદ્યાર્થીઓની ઈચ્છા પ્રમાણે આપવામાં આવે છે. પાઠ્યક્રમ પણ તદનુસાર જાદો જ પડી જાય તે સ્વાભાવિક છે. સામાન્ય રીતે બારે મહિના શિક્ષણને સમય સવારે સાતથી દશ અને બપોરે બેથી ચાર વાગ્યા સુધી હોય છે. પ્રાતઃકાલે શિક્ષણને આરંભ થયા પહેલાં બધાં નિયત સ્થાને એકત્ર થાય છે, અને પ્રાર્થના શરૂ કરવામાં આવે છે. ગમે ત્યાં અને ગમે ત્યારે પ્રાર્થના કે ગીતમાં, અભિનયમાં કે અન્ય પ્રસંગે જે કાંઈ ગાવામાં કે ભજવવામાં આવે છે તે માત્ર કવિશ્રીની કૃતિ જ. જ્યાં ત્યાં લખવામાં આવેલા વાક્યો પણ કવિશ્રીની પ્રતિભાનાં જ આકર્ષક અપ છે. વર્ગો બધા ઝાડ નીચે જ ચાલે છે. વરસાદમાં જ્યારે બેસવું શક્ય ન હોય ત્યારે વર્ગ બંધ રહે છે. અગર કોઈ મકાનના (શક્ય હોય તો) દલાનમાં ચલાવવામાં આવે છે. વર્ગ ચાલતો હોય ત્યારે નાના વિદ્યાથી એનું મન ન લાગે તો ગુરુને જરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8